ન્યુ દિલ્હી,તા.૨૬
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવવાના લગભગ ૧૬ મહિના પછી તમામ ૭૫ જિલ્લાની મુલાકાત લીધી છે. તેમની ખુશી
આભાર – નિહારીકા રવિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગીએ કÌšં કે, હું આવા ટૂંકા સમયમાં તમામ ૭૫ જિલ્લાઓમાં મુલાકાત કરનાર પ્રથમ મુખ્યમંત્રી છું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે તમામ ૭૫ જિલ્લાઓની મુલાકાત લઇ વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને યોગ્ય દિશા નિર્દેશો આપ્યા. ત્યાં, તેમણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને લક્ષ્યાંક બનાવ્યા હતા અને માબ લિંચિંગની ઘટનાઓ પર પણ નિવેદન આપ્યું હતું.
યોગી આદિત્યનાથએ સદનમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદીને ગળે લગાવવાની ઘટના અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. યોગી આદિત્યનાથે કÌšં કે સમગ્ર દેશએ રાહુલ ગાંધીની બચકાની હરકતો જાઈ છે. અવિશ્વાસ દરખાસ્તએ કોંગ્રેસની પોલ ખોલી છે. અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન વિરોધના નિવેદનો અને તેમની નબળાઈઓ અપરિપક્વતાની નિશાની હતી, જે વાસ્તવમાં તેમના ચરિત્રને ઉજાગર કરે છે.
ભીડ દ્વારા હિંસાની તાજેતરની ઘટનાઓ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી જણાવ્યું હતું કે તેમની સરકાર બધાને સુરક્ષા પૂરી પાડવા અંગે ગંભીર છે. પરંતુ લોકોની ફરજ છે કે તેઓ તમામ ધર્મોની ભાવનાઓનું સન્માન કરે. મનુષ્યનું જીવન મહત્વનું છે તો ગાય પણ મહત્વપૂર્ણ છે. બંનેનું પોતાનું મહત્વ હોય છે. બધાને સુરક્ષા મળવી જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





