અઠવા પોલીસ સ્ટેશનથી માત્ર 320 મીટર દૂર જુગારધામ પકડાવાથી પીઆઇ ઝાલા સસ્પેન્ડ

0
109

ચોકના ઐતિહાસિક કિલ્લાની પાછળ ધમધમતી પ્રકાશ માછીના જુગારના અડ્ડા પર વિજીલન્સે રેડ પાડતા અઠવા પોલીસની સંડોવણી બહાર આવી હતી. જેને પગલે પોલીસ કમિશનરે અઠવા પીઆઈ કે.કે.ઝાલાને ગુરૂવારે મોડીરાત્રે સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. મંગળવારે બપોરે તાપી કિનારે પ્રકાશ માછીના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજીલન્સ ટીમે દરોડો પાડયો હતો. દરોડાની કાર્યવાહીમાં વિજીલન્સે 4.87 લાખ રૂપિયા રોકડ સહિત 34 બાઈકો અને એક કાર સહિત કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન વિજીલન્સે અડ્ડા પરથી 54 જુગારીઓને પકડી પાડ્યા હતા. વિજીલન્સના દરોડાએ અઠવા પોલીસની પોલ ઉઘાડી પાડી દીધી હતી. અઠવા પોલીસ સ્ટેશનથી 320 અને ક્રાઈમબ્રાંચથી 487 મીટરના અંતરે હોવા છતાં ક્રાઈમબ્રાંચ કે અઠવા પોલીસને આ અડ્ડો ધ્યાને ન આવતા વિજીલન્સની ટીમ છેક ગાંધીનગરથી રેડ કરવા સુરત આવી હતી. જેને લઈને પોલીસ કમિશનરે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે.ઝાલાને સસ્પેન્ડ કરી દીધાં હતા. હાલમાં અઠવા પોલીસનો ચાર્જ પીસીબી પીઆઈ આર.આર.ચૌધરીને સોંપવામાં આવ્યો છે.

પોલીસની ભૂંડી ભૂમિકા

પીઆઇ ઝાલાને તો સસ્પેન્ડ કરી દેવાયા પરંતુ અઠવા પોલીસ તથા બ્રાંચોના કેશિયરોની જુગારધામમાં ભૂંડી ભુમિકા છે. અઠવા પોલીસના ડીસ્ટાફની તપાસ કરાય તો તેમાં ભુતકાળમાં બીજા પોલીસ સ્ટેશનમાં કેશિયરો રહી ચુકેલા પોલીસ કર્મીઓની પોલ ખુલી શકે છે.
ASIની સામે પણ તપાસ કરાશે વહીવટદાર અબ્દુલ ઝહીર પઠાણ તો અઠવા પોલીસના બડેખા ચોકીના એએસઆઈ અલાઉદ્દીન સીંધીનો વહીવટ લેવા માટે પ્રકાશ માછી પાસે આવ્યો હતો. અલાઉદ્દીનની સામે ઈન્કવાયરી કરાશે. આ બાબતે એસીપી સી ડિવીઝનના પી.કે.પટેલને સોંપાઇ છે. એસીપી તપાસ કરી સીપીને રિપોર્ટ સુપરત કરશે, કેશીયરોની ભૂમિકા સામે તપાસ કરીને શિક્ષાત્મક પગલા ભરાશે, એસીપી પટેલે જણાવ્યું કે અત્યારે મારી પાસે તપાસ આવી છે અને આવતીકાલથી આ બાબતે પોલીસના નિવેદનો લઈ સંડોવણી હશે તો તપાસ કરી રિપોર્ટ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY