પિતાની હેવાનિયત… હોસ્પિટલમાં પિતાએ નવજાતને કમ્પાઉન્ડમાં ફેંકી દેતા ચકચાર

0
64

વલસાડ,
તા.૭/૪/૨૦૧૮

વલસાડ સિવિલ હોસ્પિટલમાં એક નવજાત શિશુનો મૃતદેહ હોસ્પિટલના પાછળના કમ્પાઉન્ડમાંથી મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ભારે ભાગદોડ મચી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, આહવા-ડાંગ જિલ્લાના ગોબડીયા ગામની એક મહિલાને ગત તારીખ ૨ એપ્રિલના રોજ ડિલિવરી માટે સુબરીથી આહવા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન મહિલાને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી થઈ હતી. જેમાં બાળક મૃત હાલતમા જનમ્યું હતું. પરંતુ મહિલાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃત જન્મેલુ બાળક તેના પિતાની પાસે હોવાથી તેના પિતાએ આ બાળકને ચાર દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલના પાછળના કમ્પાઉન્ડમાં ફેંકી દીધું હતું.

ચાર દિવસ બાદ હોસ્પિટલના એક કર્મચારીની નજરે બાળકનો મૃતદેહ ચઢ્યો હતો. આ બાળકના મૃતદેહને જાતા આ વાતની જાણ હોસ્પિટલના ડોક્ટરોને કરી. હતી. ડોક્ટરોએ આ બાબતે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેમાં મૃત બાળકના પિતાએ કબુલ્યું હતું કે, આ બાળક તેમનું છે. આ અંગે હોસ્પિટલના ડોક્ટરોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY