મ.પ્રદેશમાં આચારસંહિતા : ૧૬ લાખની નકલી નોટો ઝડપાઈ

0
7

ભોપાલ,તા.૧૦
મધ્ય પ્રદેશમાં ચૂંટણી આચાર સંહિતા વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી પોલીસે નકલી નોટનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
ભોપાલ રેન્જના આઇજી જયદીપ પ્રસાદનાં અનુસાર, જ્યારે રાજગઢ દરમિયાન પોલીસને જાણ થઈ કે નકલી નોટનું પરિવહન કરવામાં આવી રહી છે. સૂચના મળ્યા પછી એસપી સિમાલા પ્રદાદના આદેશ પર સ્થાનિક પોલીસ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ ટીમે રેડ પાડી.
આ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓ સુનીલ વિશ્વકર્મા, નાસિર અને રામબાબૂને ગીરફ્તાર કર્યાં સાથે જ તેમની પાસેથી એક કાર પણ કબજે કરેલ છે જેમાં ૧૪ લાખ ૯૩ હજાર રૂપિયાની નકલી નોટો મળી આવી છે.
પકડાયેલા આરોપીઓને જ્યારે પોલીસે સખત રીતે પૂછપરછ કરી, ત્યારે તેઓએ હોશંગાબાદ માં ૨ સાથીઓ વિશે માહિતી આપી ત્યારબાદ પોલીસની એક ટુકડી ત્યાં ગઈ અને હશોંગબાદમાં રેડ પાડી. અહીં રાયસ ખાન અને સંતોષ રાણા નામના બે આરોપીઓની ધરપકડ સાથે નકલી નોટની પણ ધરપકડ કરી. સાથે સાથે લેપટોપ, પ્રિન્ટર, નોટોની પ્રિન્ટિગનું ઇંક, નોટ પેપર અને નોટની પ્રિન્ટ કરેલી શીટ જપ્ત કરવામાં આવી છે. હોશંગાબાદથી પોલીસની નોંધના આધારે આશરે ૧૬ લાખ ૧૯ હજાર રૂપિયા જપ્ત કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY