જોબવર્ક કરતા વિવર્સે ઈ-વે બિલ બનાવવું પડશે.

0
313

ઈ-વે બિલ સરળ બનાવવા એસજીએસટી કમિશનરને ઉદ્યોગ કારોની રજૂઆત
૧ ફેબ્રુઆરીથી અમલી બનનારા ઈ-વે બિલનો અમલ તો હાલમાં મોકૂફ કરી દેવાયો છે. જો કે, ઈ-વે બિલના અમલ સાથે જ પડેલી મુશ્કેલીઓને લઈ વેપારીઓ- ઉદ્યોગકારો દ્વારા ઈ-વે બિલના સરળીકરણની માગ કરવામાં આવી રહી છે. જે અંગે રાજ્યના જીએસટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ટેક્સટાઈલ અને વિવીંગ ઈંડિસ્ટ્રી સંબંધિત સમસ્યાઓ હળવી કરવા માટે રજૂઆત કરાઈ હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમેર્સ, ફિઆસ્વી, કૉંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સહિતના સંગઠનના પ્રતિનિધિઓની સોમવારના રોજ રાજ્યના એસજીએસટી કમિશનર પી.ડી.વાઘેલા સાથે બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ઉદ્યોગકારો દ્વારા ઈ-વે બિલ સરળીકરણની રજૂઆતો કરાઈ હતી. ખાસ કરીને રાજ્યના શહેરો વચ્ચે થતી ગુડઝ ટ્રાન્સફરના કિસ્સામાં લાગુ પડતા ઇન્ટરસ્ટેટ ઈ-વે બિલમાં ફેબ્રિક્સનો સમાવેશ કરાયો નથી, જ્યારે યાર્નની હેરફેર પર ઈ-વે બિલની આવશ્યકતા દર્શાવાઈ છે. આ સંજોગોમાં ફેબ્રિક્સને ભલે મુક્તિ મળી હોય પરંતુ, જોબવર્કથી ફેબ્રિક્સ તૈયાર કરાવનારા ઘણા વિવર્સ દ્વારા સુરતથી સુરત બહારના વીવીંગ એકમો કે સુરત બહારથી સુરતના વીવીંગ એકમો પર યાર્નનો જથ્થો મોકલવામાં આવશે. જે કિસ્સામાં ઈ-વે બિલ બનાવવાની સ્થિતિ બનશે. ઉપરાંત યાર્ન કંપનીઓ દ્વારા ડિલર મારફત યાર્નનુ ટ્રેડીંગ થાય છે. આ કિસ્સામાં યાર્નના વેચાણ બિલ ડિલર દ્વારા બનાવવામાં આવશે, જ્યારે યાર્નની ડિલિવરી કંપની દ્વારા જે તે વિવર્સને કરાશે. જે સમયે વિસંગતતાની પરિસ્થિતિથી મુશ્કેલી સર્જાશે. આ સંજોગોમાં વિવર્સને પડનારી મુશ્કેલી અંગે વિવર્સ દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હતી. જે અંગે ચેમ્બર ઓફ કોમેર્સના સેક્રેટરી દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વીવીંગ અને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીની ઈનપુટ ટેક્સ ક્રેડિટ સહિતના પેન્ડિંગ પ્રશ્નો ઉપરાંત ઈ-વે બિલ સંબંધિત પ્રશ્નોની જીએસટી કમિશનરને રજૂઆત કરાઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY