ન્યુ દિલ્હી,તા.૧૨
કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ ફાઈટર જેટની ડીલને મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કર્યો છે. પિયૂષ ગોયલે કહ્યું છે કે રફાલ પર રાહુલ ગાંધીએ ફેક ન્યૂઝ દ્વારા દેશભરમાં જૂઠ્ઠાણું ફેલાવવાની કોશિશ કરી છે.
રેલવે પ્રધાન પિયૂષ ગોયલે એમ પણ કહ્યું છે કે એનડીએ સરકારે યુપીએ સરકારની સરખામણીએ ઘણી સારી ડીલ કરી છે. દસોલ્ટ કંપનીના સીઈઓએ સ્પષ્ટપણે પુષ્ટિ કરી છે કે તેમણે ઓફસેટને લાગુ કરવા માટે પોતાની ઈચ્છાથી પાર્ટનરની પસંદગી કરી હતી.
ગોયલે કહ્યું છે કે આ જેન્ટલમેન ફેક ન્યૂઝ બનાવી રહ્યા છે અને એક જૂઠ્ઠાણાને એકસો વખત બોલવાથી તે સાચું બની જવાનું નથી. તેમણે કહ્યું છે કે ઓફસેટ પર આખરી પ્રતિક્રિયા ૨૦૧૯ના અંત સુધીમાં ઉપલબ્ધ થશે. ગોયલે કહ્યું છે કે રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સીતારમનના આરોપોનો જવાબ આપ્યો નથી. કોંગ્રેસ એક મુદ્દાવિહીન પાર્ટી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




