પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર સાવધાન..!! થશે રૂ.૧ હજારથી ૨ લાખનો દંડ

0
14

રાજકોટ,તા.૧૬
રાજકોટ મહાપાલિકામાં બપોરે ૧૨ કલાકે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુખ્ય એજન્ડાની ૪૨ દરખાસ્તો ઉપરાંત ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તાર માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ શહેરમાંથી ૫૦ માઈક્રોનથી ઓછું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યે રૂ.૧૦૦૦થી ૨ લાખ સુધીનો દંડ કરવાની જાગવાઈઓ સવાર્નુમત્તે મંજૂર કરવામાં આવી હતી.
વધુમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે આજે ત્રણ દરખાસ્તો મંજૂર કરાઈ હતી જેમાં (૧) રાજકોટ શહેરના તમામ વોર્ડને જાહેર શૌચક્રિયામુક્ત જાહેર કરવાની અરજન્ટ બિઝનેસ દરખાસ્ત સવાર્નુમત્તે મંજૂર કરાઈ હતી. (૨) રાજકોટ શહેરમાં આવેલ બલ્ક વેસ્ટ જનરેટર (દરરોજ ૧૦૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતાં હોય તેવા) હોટેલ, રેસ્ટોરન્ટસ, વાડી, પાર્ટીપ્લોટસ, કેન્ટીન્સ, સોસાયટીઓ વિગેરેના ઓર્ગેનિક વેસ્ટને ડોરસ્ટેપ પર જ પ્રોસેસિંગ કરવા માટેની દરખાસ્ત સવાર્નુમત્તે મંજૂર કરાઈ હતી અને (૩) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અંતર્ગત રાજકોટ શહેરના પ્લાÂસ્ટક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કરવાની દરખાસ્ત સવાર્નુમત્તે મંજૂર કરાઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY