ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજા દિવસ, ખેડૂતોમાં ઉત્સાહની લાગણી

0
9

પ્રથમ દિવસે માત્ર રૂ. ૧૯ કરોડની ખરીદી થઈ
રાજકોટ,તા.૧૬
ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજા દિવસ છે ત્યારે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જાવા મળી રહ્યો નથી. પ્રથમ દિવસે માત્ર ૧૯ કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થઈ હતી. જ્યારે રાજ્યના દ્વારકા, બનાસકાંઠા અને રાજકોટમાં મગફળી ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જાવા મળ્યો હતો.
કમ્પ્યૂટરના ઓનલાઇન સર્વરમાં ખામી સર્જાતા ખરીદીમાં વિક્ષેપ થયો હતો. જ્યારે અનેક જગ્યાએ બારદાન અને ભરતીમાં ગોલમાલને લઈને ખરીદી અટકાવાઈ હતી. મગફળીની ખરીદીમાં વિક્ષેપ પડતા ખેડૂતો પરેશાન થયા હતા.
બનાસકાંઠામાં મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં આક્રોશ જાવા મળ્યો હતો. જ્યારે રાજકોટમાં માત્ર ૨૪૩ ખેડૂતોની મગફળી જ ખરીદાતા ખરીદીમાં નિરાશા જાવા મળી રહી છે.
સરકારે ટેકાના ભાવે ૩૯ હજાર ક્વિન્ટલ મગફળી ખરીદી કરી છે. ૨૮૨૦ ખેડૂતોની ૩૯ હજાર ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. અંદાજીત ૧૯.૫૦ કરોડની કિંમતની મગફળી સરકારે ખરીદી કરી છે.
ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરી છે પરંતુ મગફળીની ભરતીમાં કૃષિમંત્રીની વાત અને પરિપત્રમાં વિરોધાભાસ હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કૃષિમંત્રીના નિવેદન મુજબ એક ગુણીમાં ૩૦ કિલો લેવાની હોય જેના બદલે ખરીદ કેન્દ્ર પર ફરજિયાત ૩૫ કિલો મગફળી લેવાતા ખેડૂતો વિફર્યા હતા અને તમામ ખેડૂતોએ મગફળીના વેંચાણનો બહિષ્કાર કર્યો હતો.
માલપુર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવ્યું છે પણ બારદાનના અભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી રહી છે.હાલ માલપુર માર્કટયાર્ડમાં માત્ર ૧ ટ્રેકટર મગફળી છે.૧૫ નવેમ્બરના રોજ તાલુકામાં ૧૬ જેટલાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.આમ તંત્રની બેકરકારીના કારણે ખેડૂતોમાં નારાજગી જાવા મળી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY