મૃત વિદ્યાર્થિનીએ લખેલી કવિતાનાં આધારે હત્યારાને મળી સજા

0
14

ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હીમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હત્યાના મામલામાં તેણે લખેલી કવિતા અગત્યનો પુરાવો બની હતી. જેના આધારે યુવકને કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે.
દિલ્હીની શ્રેયા શર્મા ગયા વર્ષે ૧૬ ઓગસ્ટે તેના ઘરની પાસે મૃત હાલતમાં મળી હતી. એ પછી પોલીસે ૧૯ વર્ષના વિદ્યાર્થી સાર્થક શર્માની ધરપકડ કરી હતી.
આ મામલામાં કોર્ટમાં થયેલી સુનાવણીમાં એક કવિતા અને યુ ટ્યુબ પરનુ ગીત મહત્વનો પુરાવો સાબિત થયા હતા. કોર્ટેમાં ફરિયાદી પક્ષે દલીલ કરી હતી. તે સાર્થક શર્માએ યુ ટ્યુબના એક ગીત પરથી હત્યાની પ્રેરણા લીધી હતી. એ પછી કોર્ટમાં જજને આ ગીત બતાવવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત શ્રેયાએ લખેલી એક કવિતા પણ કોર્ટમાં પૂરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. જેમાં શ્રેયાએ સાર્થક દ્વારા હેરાનગતિ થઈ રહી હોવાનો સંદેશો આપ્યો હતો. કોર્ટે આ બંને બાબતોને પુરાવા તરીકે સ્વીકારી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY