અચ્છે દિન કોના?,પીએનબી બાદ વધુ સાત બેન્કોનું ૨૩૦૦૦ કરોડનું કૌભાંડ

0
86

ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮

પંજાબ નેશનલ બેન્કમાં નીરવ મોદીનું ૧૩ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યા બાદ બેન્કીંગ સેક્ટરમાં ઘણા કૌભાંડો સામે આવ્યા છે. ધીરે-ધીરે ઘણા ખા વેપારીઓ ગ્વારા કરવામાં આવતા કૌભાંડોની લિસ્ટ લાંબી થતી જઇ રહી છે. નીરવ મોદીનાં આ કૌભાંડ બાદ ૭ એવા બેન્કીંગ સ્કેમ સામે આવ્યા છે. મેહુલ ચોક્સી અને નિરવ મોદીએ પીએનબીમાં કરવામાં આવેલા કૌભાંડો સાથે આ અન્ય કૌભાંડોની રકમ જાડી દઇએ તો આંકડો ૨૩૦૦૦ કરોડ પર પહોંચી જાય છે.

રોટોમેક કૌભાંડ
કાનપુરનાં વેપારી વિક્રમ કોઠારી પર ઘણી બેન્કોનાં લગભગ ૩૦૦૦ કરોડની લોન પરત ન કરવાનો આરોપ છે. કોઠારી વિરૂદ્ધ ૩,૬૯૫ કરોડ રૂપિયાનાં બેન્ક લોન કૌભાંડને લઇ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. આ મામલામાં સીબીઆઇ એ વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીની ધરપકડ કરી છે.

કનિષ્ક જ્વેલર્સ
ચેન્નઇની એક ગોલ્ડ કંપની કનિષ્ક જ્વેલર્સ બ્રાન્ડ સાથે કામ કરે છે અને ઘણા રિટેલ સ્ટોર્સ પર પોતાના દાગીનાનું વેચાણ કરે છે. આ કંપનીને એસબીઆઇ સહિત ૧૪ બેન્કોએ ઉધાર આપ્યુ હતું. આ કંપનીને લગભગ ૭૪૭ કરોડ રૂપિયાનું વર્કિંગ કેપિટલ ફેસિલિટી આપવામાં આવી હતી. આ સિવાય કંપનીએ એસબીઆઇથી કેટલાક નિશઅચિત સમય માટે લોન પણ લીધી હતી. આ કૌભાંડ કુલ ૮૩૪ કરોડ રૂપિયાનું છે.

રીડ એન્ડ ટેલર
એક સમયે તમે અમિતાભ બચ્ચનને ટીવી પર રીડ એન્ડ ટેલરનો પ્રચાર કરતા જાયા હશે. પરંતુ આજે આ કંપની નાદારી ફુંક્વાની કગાર પર છે. રિડ એન્ડ ટેલરની પેટન્ટ કંપની એસ કુમાર નેશનવાઇડ (જાહઙ્મ)એ બેન્કરપ્ટસી કોર્ટના દરવાજે પહોંચી ઠે. કંપનીએ પ્રમોટર નિતિન કસલીવાલે ૫ હજાર કરોડ રૂપિયાની લોન લઇને ચૂકવી ન શક્તા આ પગલું ભર્યુ છે.

યૂકો બેન્ક
આ મામલો છત્તીસગઢના ધમતરી જિલ્લાનો છે. અહિંયા બેન્કમાં બંધક જમીનને એક વ્યક્તિએ બેન્ક અધિકારીઓની મદદથી લોન ચૂકવ્યા વીના જ વેચી નાંખી છે. આ ખુલાસા બાદ સીબીઆઇ એ આરોપીઓ વિરૂદ્ધ એફઆઇઆર નોંધી લીધી છે. આ મામલામાં યૂકો મોહન ટ્રેડર્સનાં માલિક વિનય કુમાર કેલા સાથે બેન્ક ઓફિસરોને પણ આરોપી બનાવાયા છે. આ સમગ્ર મામલામાં કુલ ૫ કરોડ ૩૨ લાખ રૂપિયાનું નુક્સાન બેન્કને સહેવું પડ્યુ.

ઓરિએન્ટલ બેન્ક કૌભાંડ
હરિયાણા સ્થત ગુરૂગ્રામનાં સેક્ટર-૩૨ સ્થત ઓબીસી બેન્કની બ્રાન્ચથી લગભગ ૩૮૯ કરોડ ૯૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મામલામાં દિલ્હીનાં નિર્યાતક કંપની વિરૂદ્ધ કેસ નોંધવામા આવ્યો છે. બેન્કનાં એજીએમ સ્તરનાં અધિકારીઓ એ આ મામલાની જાણકારી સીબીઆઇને લેખિતમાં આપી હતી અને સીબીઆઇ એ મામલો નોંધીને તપાસ શરૂ કરી. બેન્ક દ્વારા આ મામલાની જાણકારી ગત વર્ષે ૧૬ ઓગસ્ટે આપવામા આવી હતી.

ટોટેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કૌભાંડ
એક નવા કૌભાંડમાં સીબીઆઇ એ ટોટેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિરૂદ્ધ ૧,૩૯૫ કરોડના કૌભાંડ માટે કેસ નોઁધ્યો છે. સીબીઆઇ એ યૂનિયન બેન્ક ઓફ ઇન્ડયા (યૂબીઆઇ) તરફથી ગુરૂગ્રામ સ્થત ટોટેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (હેદરાબાદ) વિરૂદ્ધ ફરિયાદ બાદ કંપની અને તેના પ્રમોટર્સ તથા નિદેશક ટોટમપુડી સાલાલિથ અને ટોટમપુડી કવિતા પર ફરિયાદ નોધી લીધી છે.કંપની પર આરોપ છે કે તેમણે ૮ બેન્કો સાથે છેતરપિંડી કરતા ૧,૩૯૫ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ.

LICમાં પણ કૌભાડ
છત્તીસગઢમાં સરકારી બેન્કોમાં લગભગ દોઢ હજાર કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ LICમા પણ છેતરપિંડીની વાત સામે આવી છે. ષ્ઠહ્વૈ દ્વારા એલઆઇસીનાં ૬ કર્મચારીઓ અને એક એજન્ટની ધરપકડ સાથે આ બેન્કીંગ ધાંધલી પરથી પડદો ઉચકાયો હતો. સીબીઆઇ અનુસાર, ધરપકડ થયેલ એલઆઇસીનાં કર્મચારીમાં બે ઉચ્ચ અધઇકારી સામેલ હતાં. સાથે જ આ ધાંધલીમાં એલઆઇસીનાં ડઝનભર અધિકારીઓના સામેલ હોવાની આશંકા છે. જેમની શોધમાં સીબીઆઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY