ભરૂચના મંદિર અને મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીનો મુખ્ય આરોપી ઝડપાયો.

0
204

ભરૂચ ગત દિવસોમાં થયેલ મંદિર અને મોબાઈલ દુકાનની ચોરી કરનાર એક ઇસમને ભરૂચ એ ડિવિઝન પોલીસે અગાઉ ઝડપી પાડ્યો હતો. જ્યારે ચોરીનો મુખ્ય આરોપી હસમુખ મારવાડી ને પણ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

ભરૂચ:

ગત તારીખ ૧૬/૨/૧૮ ના રોજ ભરૂચના અયોધ્યા નગર પાસે આવેલ મોઢેશ્વરી મંદિર અને બાજુના શોપિંગમાં આવેલ ગણેશ મોબાઈલમાં અજાણ્યા તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં મોઢેશ્વરી મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા રૂપિયા.૫૦૦૦ અને બાજુના શોપિંગમાં આવેલ ગણેશ મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ-૬ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલે ૧૦,૦૦૦ રૂ. ની ચોરી કરી ફરાર થઈ ગયેલ હતાં. જે અંગેની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસ દ્રારા મંદિર અને મોબાઈલની દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ જતા પોલીસ દ્રારા ફૂટેજ મેળવી તેમા બે આરોપીઓ હોઈ જેની ઝીણવટ ભરી તપાસ કરતાં એક આરોપી અગાઉ ચોરીમાં પકડેલ હસમુખ મદન મારવાડી રહે, અયોધ્યા નગર ઝૂંપડપટ્ટીનો હોવાનું માલુમ પડયું હતું. જેની તપાસમાં એક આરોપી રવિ પ્રવીણ દાંતાલી, રહે, અમદાવાદ જે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે ચોરીનો મુખ્ય આરોપી હસમુખ મદન મારવાડી ફરાર હોઈ ભરૂચ પોલીસ દ્રારા ખાનગી રીતે તપાસ કરતાં હસમુખ તેના ઘરે આવવાનો હોવાની બાતમી મળેલ જેથી પોલીસ દ્રારા વોચ ગોઠવી હસમુખ મારવાડી ભરૂચ આવતાં પોલીસ ના હાથે ઝડપાઈ ગયો હતો. અને ચોરીના મોબાઈલ અને મંદિરના નાણાંનો મુદ્દામાલ હસમુખ મારવાડી પાસે હોઈ પોલીસે રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-૯૫૩૭૯૨૦૨૦૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY