બેન્ક કૌભાંડમાં ફસાયેલ PNB બેન્ક નફાનો નવો રેકોર્ડ બનાવશે

0
96

ન્યુ દિલ્હી,તા.૧૫
દેશનાં સૌથી મોટા બેંકિગ કૌભાંડમાં ફસાયેલી પંજાબ નેશનલ બેંક હવે નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. પોતાના ગત નુકશાનનાં રેકોર્ડથી નીકળીને PNB હવે નફાનો રેકોર્ડ બનાવી શકે છે. આ એક એવો રેકોર્ડ છે જે કદાચ કોઇ પણ બેંકે નહી બનાવ્યો હોય. બેંકે જાન્યુઆરી-માર્ચનાં ત્રિમાસીકગાળામાં ૫૩૬૭ કરોડની ખોટ ખાધી હતી. જા કે બેંક હવે રેકોર્ડ નફો કરી શકે છે. બ્લૂમર્ગની એક રિપોર્ટ પ્રમાણે PNB આવનારા જૂન-સપ્ટેમ્બરનાં ત્રિમાસીક ગાળામાં ૫ હજાર કરોડનો શુદ્ધ નફો જાહેર કરી શકે છે.
બ્લૂમબર્ગની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબ નેશનલ બેંક આગામી ત્રિમાસીકગાળામાં ફરી ઇતિહાસ રચવા જઇ રહી છે. PNB બેંક જૂન-સપ્ટમ્બરનાં ત્રિમાસીકગાળામાં બેંકિંગ ઇતિહાસમાં કોઇપણ એક ત્રિમાસીકગાળામાં સૌથી મોટો નફો મેળવનાર છે. જા કે આ નફો મેળવવા માટે બેંકે તેના કેટલાક એસેસ્ટ્‌સ વેચવાનો નિર્ણય કર્યો છે. બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે PNBએ જૂનથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ૫ હજાર કરોડ રૂપિયાની કમાણીનું લક્ષ્ય રાખ્યું છે. સંપત્તિ વેચીને તેમજ ફસાયેલા દેવાઓ વસૂલીને બેંક આ લક્ષ્ય પાર પાડશે.
જો PNB તેના લક્ષ્યમાં સફળ થાય છે તો આ દેશનાં બેંકિગ સેક્ટરનાં ઇતિહાસમાં સૌથી મોટો ત્રિમાસિક નફો હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY