જમ્મુ, તા.૦૮
જમ્મુ-કાશ્મીરમાં પોલીસકર્મીઓ નોકરી છોડીને આતંકી ગતિવિધિઓમાં સામેલ થયા હોવાની ઘટનાઓએ ડિપાર્ટમેન્ટની ચિંતા વધારી દીધી છે.
છેલ્લા ૩ વર્ષમાં ૧૨ પોલીસકર્મીઓ આશરે ૩૦ હથિયાર સાથે ફરાર થઈ ગયા છે. હાલમાં જ સ્પેશિયલ પોલીસ અધિકારી આદિલ બશીરના ભાગ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે આ રીતની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા એક રીપોર્ટ જાહેર કર્યો છે. બશીર દક્ષિણી કાશ્મીરના વાચી વિધાનસભાથી પીડીપી ધારાસભ્ય એઝાઝ મીરના સત્તાવાર નિવાસ સ્થાનેથી ૮ હથિયાર લઈને ભાગ્યો હતો. જેમાં ૭ એકે૪૭ રાઈફલ અને એક પિસ્તોલ હતી. પોલીસના જણાવ્યા મુજબ આશરે ૧૨ પોલીસકર્મી અને ૨ સૈન્યકર્મી મિલિટેંટ રેંકમાં સામેલ થઈ ચુક્યા છે અને આ પોતાની સાથે આશરે ૩૦ હથિયાર લઈને ભાગવામાં સફળ રહ્યા.પોલીસે ૫ ઓક્ટોબરે ૨૯ વર્ષીય બીએસએફ કોન્સ્ટેબલ શકીર વાનીને વધુ એક સ્થાનિક યુવક સાથે હિઝબુલ મુજાહિદ્દીન સાથે કથિત સંબંધોના આરોપમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે દાવો કર્યો કે, વાની હિઝબુલ મુજાહિદ્દીનનો ભૂમિગત કાર્યકર્તા છે અને તે આતંકીઓને કેટલીક મદદ પુરી પાડતો હતો. પોલીસે એ પણ દાવો કર્યો કે તેને મિલિટેંટ રેન્ક માટે યુવાઓની ભરતીની પણ જવાબદારી આપવામાં આવી હતી. પોલીસની એક રીપોર્ટમાં આ સ્થિતિને ખૂબ જ ગંભીર દર્શાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કોન્સ્ટેબલ રશીદ શિગનની નોકરી છોડી ભાગવા મામલામાં નવી જાણકારીની પણ માહિતી મેળવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




