અમદાવાદ,તા.૨૮
ટ્રાફિક બ્રાંન્ચના પોલીસ કોન્સટેબલ સહિત ત્રણ ઈસમોને શહેર ક્રાઈમ બ્રાન્ચે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચના એન્ટી પ્રોપર્ટી સ્કવોર્ડના પી.એસ.આઈ. બી.એન.સોનવણે અને તેમની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક લોકો પાસપરમીટ વગરનો વિદેશી દારૂનો જથ્થો લઈ અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં ડીલીવરી આપવા માટે આવી રહ્યા છે.
બાતમીના પગલે ગોઠવાયેલી વોચમાં પોલીસની ટીમે અમદાવાદની બહારથી શહેરમાં પ્રવેશી રહેલી ફોર્ડ ફીગો કાર નંબર જી.જે.૦૯ બી.ડી.૪૬૩૨ને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ગેરકાયદે વિદેશી દારૂ અને બિયરનો કિંમત રૂ. ૪૮૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે કારમાંથી પિયુષ કુમાર મનુભાઈ ડામોર ઉ.વ.૨૭ (રહે. દાણીલીમડા પોલીસ લાઈન બ્લોક નંબર બી-૨ રૂમ નંબર ૧૩ મૂળ રહે ઓળ, ડામોર ફળીયું તાલુકો ભિલોડા. જિલ્લો અરવલ્લી ) તથા જગદીશભાઈ સુકાભાઈ નિનામા ઉ.વ. ૩૧ ( રહે. દાણીલીમડા પોલીસ લાઈન બલોક નં. બી-૨ રૂમ નંબર ૧૩ મૂળ ગામ જાબ ચિતરીયા, તા. ભિલોડા. જિ.અરવલ્લી) અને મુકેશભાઈ રામજીભાઈ ડામોર ઉ.વ.૩૯ ( રહે. ગામ અજીતપુરા, ડામોર ફળીયું. તા. ભિલોડા જિ. અરવલ્લી)ની ધરપકડ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




