પોલિસ ચોકીની બાજુમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં તસ્કર ત્રાટક્યો, લાખોની મત્તા ઉઠાવી ફાફર

0
33

ભરૂચ;

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ લાલબજાર પોલીસ ચોંકીની બાજુમાં આવેલ એન.જે. જ્વેલર્સને એક તસ્કરે નિશાન બનાવી લાખ્ખોની મત્તાનો હાથફેરો કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અને લાલ બજાર પોલીસ ચોંકીની નજીકમાં આવેલ એન.જે જ્વેલર્સ ના ધાબા પરથી ઉપરની ગ્રીલનું તાળું તોડી ઉપર થી નીચે પ્રેવશી અજાણ્યા તસ્કરોએ દુકાનમાં સોના,ચાંદીના દાગીના તેમજ
૪૭ હજાર જેટલી રોકડ મળી કુલ અંદાજીત ૧ લાખ ૯૭ હજાર જેટલાની મત્તા ઉપર હાથફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતાં.જોકે ચોરીની સમગ્ર વારદાત ત્યાં મુકેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

સવારના સમયે દુકાન સંચાલક ભાવેશ સોનીએ પોતાની દુકાન ખોલતાં અંદર બધું વેર વિખેર હાલતમાં પડ્યું હોવાથી તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેવોએ બનાવ અંગેની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ચોરી અંગેની તપાસ હાથધરી દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલ બજાર પોલીસ ચોંકીના આજુ બાજુ વિસ્તારની દુકાનો અને ખાસ કરી ને જ્વેલર્સની દુકાનો તૂટવાના અવાર નવાર બનતાં ચોરીના બનાવોને લીધે સમગ્ર વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY