ન્યુ દિલ્હી,
તા.૧૫/૪/૨૦૧૮
જા તમે રેલવે સાથે સંબંધિત કોઇ ફરિયાદ કરવા માંગતા હોય તો તેના માટે તમારી પાસે ટ્વીટર,ફેસબુક, હેલ્પલાઇન કે ફરિયાદ રજીસ્ટર જેવી સુવિધા છે. પરંતુ હવે રેલવે એક નવી સુવિધા લઇને આવ્યું છે. રેલવે આ મહિનાના અંત સુધીમાં ‘મદદ’ (મોબાઇલ એપ્લીકેશન ડિઝાયર્ડ આસિસ્ટન્સ ડ્યુરિંગ ટ્રાવેલ)ના નામે એક મોબાઇલ એપ્લીકેશન લાન્ચ કરશે. આ એપ દ્વારા તે ઇમરજન્સી સર્વિસ માટે પણ આગ્રહ કરી શકશે.
એપ દ્વારા સંબંધિત વિભાગોના સંબંધિત અધિકારીઓ સુધી ડારેક્ટ ફરિયાદ પહોંચી જશે અને આૅનલાઇન કાર્યવાહી થઇ શકશે. આ રીચે ફરિયાદોનું રજીસ્ટ્રેશન અને નિવારણની સમગ્ર પ્રક્રિયા ઝડપથી થઇ શકશે. યાત્રીઓની ફરિયાદ અને નિવારણ તંત્ર એક મંચ પર આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યારસુધી અમારી પાસે ૧૪ માધ્યમ દ્વારા યાત્રી પોતાની ફરિયાદ નોંધાવતા હતાં. સૌને જવાબ આપવાનો એક ચોક્કસ સમય છે અને સાથે જ જવાબનો એક માપદંડ પણ છે. ક્્યારેક કોઇ સક્રિય રહે છે, તો કોઇ નથી રહેતું. અમે એક પારદર્શક ફરિયાદ નિવારણ પ્રક્રિયા ઇચ્છીએ છીએ. આ એપ આ મહિને શરૂ થશે.
યાત્રી પોતાની ફરિયાદ પીએનઆર ટાઇપ કરીને નોંધાવી શકે છે. નોંધણી વખતે એસએમએસ દ્વારા તેમને એક ફરિયાદ આઇડી મળી જશે. તે પછી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે વ્યક્તિગત એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"