૨૦૧૭માં ભારતીય કોર્ટોએ ૧૦૯ લોકોને ફાંસીની સજા કરી પરંતુ અમલ એક પણ સજાનો નહિ

0
13

યુએન,
તા.૧૪/૪/૨૦૧૮

માનવાધિકાર સંગઠનનો અહેવાલ,ચીનમાં ૨૦૧૭માં હજારો લોકોને ફાંસી અપાઇ હોવાની શંકા

૨૦૧૭માં ભારતીય કોર્ટોએ ૧૦૯ લોકોને મૃત્યુ દંડની સજા ફટકારી હતી પણ કોઇની પણ સજાનો અમલ થયો નથી. ૨૦૧૬માં ભારતીય કોર્ટોએ ૧૩૬ લોકોને ફાંસીની સજા આપી હતી તેમ એક માનવાધિકાર સંગઠને જણાવ્યું છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા ‘ડેથ સેન્ટેન્સસ એન્ડ એક્ઝકયૂશન, ૨૦૧૭’ અનુસાર હત્યા માટે ૫૧ લોકોને મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવી છે. ૨૦૧૬માં હત્યા માટે ૮૭ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારતમાં છેલ્લે ૨૦૧૫માં યાકુબ મેમણને ફાંસી આપવામાં આવી હતી. ૧૯૯૩ના મુંબઇ વિસ્ફોટમાં સંડોવણી બદલ યાકુબ મેમણને આ સજા આપવામાં આવી હતી. આ હુમલામાં ૨૫૭ લોકોનાં મોત થયા હતાં. સંગઠનના જણાવ્યા અનુસાર ૨૦૧૭માં પણ ફાંસીની સજા આપવામાં ચીન મોખરે રહ્યું છે.

અહેવાલ મુજબ ચીનમાં હજારો લોકોને ફાંસી અપાઇ હોવાની શંકા છે પણ તે ચોક્કસ આંકડો જાણી શકાતો નથી કારણકે ચીન આ બાબતને ગુપ્ત ગણે છે. ચીન પછી ઇરાનમાં ૫૦૭ લોકોને ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ સઉદી અરેબિયામાં ૧૪૬ લોકોને અને ઇરાકમાં ૧૨૫ લોકોને મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવી હતી. પાકિસ્તાનમાં ૬૦થી વધુ લોકોને મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી. યુરોપની વાત કરવામાં આવે તો ફક્ત બેલારુસમાં બે લોકોને મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY