પાલેજ ખાતે હજરત મોટામીયાં બાવા સાહેબના બે દિવસીય ઉર્સની ઉજવણી.

0
121

અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જ જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે : ડો. મતાઉદ્દીન ચિશ્તિ સાહેબ ‘ઘેર ઘેર ગાયો પાળો’નો ઉપદેશ અાપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી તથા માનવસેવાના ભેખધારી એવા રાજવલ્લભ રાજગુરૂ, હિઝ હોલીનેસ જેવી પદવીઓથી સન્માનિત થયેલા હજરત પીર મોટામીયાં બાવા સાહેબના બે દિવસીય ઉર્સ (મેળાની) પાલેજ સ્થિત ચિશ્તિયા નગર ખાતે દબદબાભેર ઉજવણી કરાઇ હતી. અા પ્રસંગે શુક્રવારના રોજ મોડી સાંજે હજરત પીર મોટામીયાં બાવા સાહેબની દરગાહ પર તેઓના હજારો હિંદુ – મુસ્લિમ અનુયાયીઓ સાથે સૈયદ પીર સલીમુદ્દીન બાવા સાહેબ, સૈયદ પીર મોઇનુદ્દીન બાવા સાહેબ, સૈયદ પીર સલીમુદ્દીન બાવા સાહેબના શાહબજાદા તેમજ સૈયદ પીર મોઇનુદ્દીન બાવા સાહેબના શાહબજાદાની હાજરીમાં સંદલ શરીફની રસ્મ સંપન્ન કરાઇ હતી.

અા પ્રસંગે મોટામીયા બાવા સાહેબ માંગરોળના ગાદી રચિત GSPRFદ્વારા ચાલો માનવતા મહેકાવીએનું પણ ભવ્ય અાયોજન કરેલ હોઇ અા પ્રસંગે મૂળ સ્વરૂપે લખાયેલી ભક્તિ સાગર તથા ચિશ્તિયા સિલસિલાના મહાન સુફી સંત ઓલિયા પુસ્તકોનું વિમોચન ઇતિહાસકાર ડો. મહેબુબ દેસાઇ, કવિ રઇસ મનીયાર તથા શિક્ષણ વિદ ડો.  રાયસિંગ ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારે રાત્રે વિશાળ જનમેદનીની હાજરીમાં કરાયું હતું.”ચાલો માનવતા મહેકાવીએ” અંતર્ગત અા કાર્યક્રમ પ્રસંગે વિશેષ અામંત્રિત અતિથિઓેએ શિર્ષકને અનુરૂપ ખુબ જ સુંદર વકતવ્યો અાપી હાજર જનમેદનીના હૈયાના તાર ઝણઝણાવી દીધા હતા.

“ચાલો માનવતા મહેકાવીએ” ના પ્રારંભમાં યુનુસભાઇએ કાર્યક્રમમાં અામંત્રિત અતિથિઓનું સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમનો પ્રારંભ કવ્વાલી તથા ભજન સાથે થયો હતો. ત્યારબાદ ડો. પીર મતાઉદ્દીન બાવા સાહેબે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે “સ્નેહ, સમાનતા અને સંવેદનાની વાત કરીએ સંગાથથી એક બીજાના કુસંપને મ્હાત કરીએ” પંક્તિ રજુ કરી હાજરજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે માનવી માનવી વચ્ચે જે અંતર વધી રહ્યું છે તેને અટકાવીએ એ જ સાંપ્રત સમયનો તકાજો છે. મારો હેતુ મારૂ લક્ષ્ય પીર મોટામીયાં બાવા સાહેબના અભિયાનને અાગળ ધપાવી માનવસેવાના કાર્યો કરવાનો છે. અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્યારે જ જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે. મને ખુબ અાનંદ થયો છે કે અાપણે સૌ માનવતાના અા ભગીરથ કાર્યમાં સહભાગી બનવા એકત્ર થયા છે. હું અાપ સૌની ભાવનાઓને અત:કરણપૂર્વક વધાવું છું. હું પીર મોટામીયાંની ગાદીનો સેવક છું એનાથી વિશેષ કાંઇ જ નથી.

ત્યાર બાદ શિક્ષણ વિદ રાયસીંગભાઇ ચૌધરી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે માનવતાને મહેકાવવાનો અા જે કાર્યક્રમ અાયોજિત થયેલો છે તે ઇન્સાનિયતને ઇન્સાનિયત તરફ લઇ જવાનો એક માર્ગ છે. માણસાઇના દિવડા પ્રગટાવવાનો એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ છે. જે પીર સલીમુદ્દીનબાવા સાહેબના સાનિધ્યમાં યોજાઇ રહ્યો છે જે એક ગર્વની વાત છે. જેઓ એક જનસેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે અને અવિરત લોક કલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહે છે. માનવતાને મહેકાવવાનો અા કાર્યક્રમ ખરેખર એક પ્રશંસનીય અવસર છે. GPSRF સંસ્થા દ્વારા સમયાંતરે સર્વ રોગ નિદાન શિબિર, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો યોજાતા રહે છે જે તમામ સંપ્રદાયના લોકોને સોહાર્દની એક વ્યાખ્યાનમાળા સાથે યુવાધન માટે વિચારધારા મળી રહે એ માટેનું એક ઉદાહણીય કાર્ય છે. અલ્લાહ ધન દોલત તો સૌને અાપતો રહ્યો છે પરંતુ અલ્લાહ, ઇશ્વર પાસે માંગવા જેવી જો કોઇ વસ્તુ હોય તો તે માત્રને માત્ર માનવતા છે. પ્રેમથકી માનવીના હૈયા સુધી પહોંચવાનો માર્ગ એ સૂફી માર્ગ છે. સૂફી સંતો માનવતાનો અનુપમ સંદેશ અાપી મહાન થઇ ગયા એટલે જ સદા તેઓની ગીરવગાથા ગવાતી રહેશે. પીર મોટામીયાંની ગાદી ભક્તજનો સાથેનો એક સેતુ છે. સૂફીવાદ એ શક્તિ છે જે ખુદને વિસરાવી દઇ ખુદાને પ્રાપ્ત કરાવી અાપે છે. સૂફીવાદના હિમાયતી પોતાની મહેનતથી ધરતીને શણગારવાનું કાર્ય કરી રહ્યા છે.

ત્યારબાદ કવિ રઇસ મણીયારે પણ સૂફીવાદને કવિતાઓની પંક્તિમાં રજુ કરી સૂફીવાદના સંદેશને હાજરજનો સામે ખુબ જ સુંદર રીતે રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. તેઓએ પણ માનવતાને મહેકાવવો એ જ સાચો ધર્મ છે એમ જણાવી સૂફીવાદના સિધ્ધાંતોને જીવનમાં ગ્રહણ કરી જીવન વ્યતિત કરવા ખાસ અાહ્વાન કર્યું હતું.

ઇતિહાસકાર મહેબુબ દેસાઇએ પોતાના વકત્વયમાં જણાવ્યું હતું કે ભારતની બિનસાંપ્રદાયિકતાના દ્રશ્યો નિહાળવા હોય તો દરગાહો પર અાવો જ્યાં માનવતાના અનેરા દ્રશ્યો નિહાળવા મળશે. દરેક ધર્મ માનવતાના ઇતિહાસ પર રચાયેલો છે. માનવતા ઇતિહાસના દરેક પાના સુધી પહોંચે છે. માનવીને માનવી સુધી પહોંચાડવો એ સૂફીવાદના બે સિંધ્ધાંતો છે. અંતમાં અાભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. ત્યારબાદ કવ્વાલીની રમઝટ જામી હતી જે વહેલી પરોઢે પૂર્ણ થઇ હતી. તમામ સંપ્રદાયના હજારોની સંખ્યામાં પીર મોટામીયાંબાવા સાહેબના અનુયાયીઓ ઉર્સ (મેળામાં) ઉમટી પડતા જાણે કે કોમી સોહાર્દનો એક માનવસાગર લહેરાયો હોય એવા અનેરા દ્રશ્યો સર્જાયા હતા

ઉવૈસ લાંગીયા.પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY