રાજપીપલામાં રોમિયોગીરી કરતા મજનૂઓ સામે  સતત બીજે દિવસે ઓપરેશન નિર્ભયા ચાલુ રહેતા ફફડાટ.

0
598

ગઈકાલે એસ.ટી.ડેપો.,સરકારી ઓવારે નારી સન્માન ના પાઠ ભણાવ્યા બાદ આજે વહેલી સવારે કોલેજ રોડ,એ.પી.એચ.સ્કૂલ પાસે અને શીતળા માતા ગાર્ડન પાસે નિર્ભયા ટીમે કડક કાર્યવાહી કરી

જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને નિભા ટીમના ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.કે.પાઠક ના માર્ગદર્શન હેઠળ નિર્ભયા ટિમ આજે સતત બીજે દિવસે લુખ્ખા તત્વો ની વોચ માં ફરતી હોય રોમિયોગિરી કરતા મજનૂઓને શીખ આપી હતી

રાજપીપલા:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ સ્કૂલ ,કોલેજ,ડેપો જેવા જાહેર સ્થળે રોમિયોગીરી કરતા તત્વો ને સબક શીખવાડવા અને શાળા માં ભણતી વિદ્યાર્થીનીઓ ની સલામતી ને ધ્યાને રાખી નર્મદા માં એક ખાસ નિર્ભયા સ્કોડ બનાવી છે જેમાં એક પી.એસ.આઈ.અને ચાર મહિલા કોન્સ્ટેબલો હથિયાર સાથે સજ્જ થઈ વાહનો માં સતત ફરતા રહી લુખ્ખા તત્વો સામે પગલાં લેવા કટિબદ્ધ હોય સોમવારે કવિક રિસ્પોન્સ ટિમ ના પી.એસ.આઈ.કે.કે.પાઠક કે જે નિર્ભયા સ્કોડ ના ઇન્ચાર્જ છે એમની સાથે રાજપીપલા એસ.ટી.ડેપો અને ડેપો પાછળ આવેલા સરકારી ઓવારા તરફ ની એકાંત જગ્યાઓ પર પેટ્રોલિંગ કરતા ત્યાં બાઈકો લઈ રોમિયોગીરી કરતા દસેક યુવાનોને ઝડપી બરાબર પાઠ ભણાવતા હતા ત્યારબાદ આજે મંગળવારે સતત બીજે દિવસે પણ કોલેજ રોડ, એ.પી.એચ.સ્કૂલ રોડ સહીત ના મજનૂઓના લવર્સ પોઈન્ટો પર કાર્યવાહી કરતા પાંચ થી વધુ મજનૂઓને સબક શીખવાડ્યો હતો ત્યારે સતત બે દિવસ થી ચાલતા આ ઓપરેશન નિર્ભયા થી અન્ય કેટલાક મજનૂઓ માં ફફડાટ ફેલાયો હતો.

  1. ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY