સુરત,
તા.૩/૪/૨૦૧૮
સુરતના રાંદેર વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવાનોને પોલીસે મારમાર્યો છે. પોલીસની જીપ આવતા જ યુવાનો ભાગવા લાગ્યા હતા. એક યુવક ઘરમાં ઘૂસી ગયો હતો તેમ છતા પોલીસે તેને ઘરમાં જઈને બેટથી મારમાર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમા એક યુવકને બેટથી પોલીસ મારી રહી છે. પોલીસે કેમ આમ કર્યું તે કારણ બહાર આવ્યું નથી. જા કે આ ઘટના બાદ પોલીસ પોતાની જીપમાં બેટ અને સ્ટમ્પ લઈ જતી રહી હતી.
ઉલ્લેખનીય છે કે,હાલ વેકેશનનો માહોલ જામ્યો હોવાથી યુવાનો વિવિધ રમતો રમીને વેકેશનને માણી રહ્યા હતા. ત્યારે ગતરાતે સુરતના રાંદેર વિસ્તારમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોને પોલીસે માર માર્યો હતો. જા કે આ પોલીસની જીપ આવતાની સાથે યુવાનો ભાગવા લાગ્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસે યુવકને ઘરમાં જઇને માર માર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"