મુંબઈ, તા.૨૨
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી શકે છે. હાલમાં પ્રવાહી સ્થતિ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એકબાજુ શેરબજારમાં તેજી લાવે તેવા પરિબળો છે જ્યારે બીજી બાજુ શેરબજારમાં મંદી લાવે તેવા પરિબળો પણ છે. આવી સ્થતિમાં શેરબજારમાં પ્રવાહી રહેવાના સંકેત છે. મોદી સરકાર સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ છે. જેના લીધે તેજી રહી શકે છે. ડોલર સામે રૂપિયામાં પણ ઘટાડો જાવા મળી રહ્યો છે. ગ્લોબલ ટ્રેડવોરની સ્થતિ હાલમાં પ્રવર્તી રહી છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો હાલમાં વધી રહ્યો છે. સાથે સાથે ફુગાવો વધી રહ્યો છે. આ તમામ પરિબળોના લીધે હાલમાં ઉથલપાથલ જાવામાં આવી શકે છે. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ ૦.૨ ટકા અને નિફ્ટી ૦.૭ ટકા ઘટીને ક્રમશઃ ૩૬૪૯૬ અને ૧૧૦૧૦ની નીચી સપાટીએ રહ્યા છે. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હવે જારી કરવામાં આવનાર છે. હિન્દુસ્તાન ઝીંક, એશિયન પેઇન્ટ્સ દ્વારા મંગળવારના દિવસે પરિણામ જાહેર કરવામં આવનાર છે જ્યારે ભેલ, કેનેરા બેંક, એચસીએલ ઇન્ફો સિસ્ટમ, હિરો મોટો અને પીવીઆર દ્વારા બુધવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, બાયોકોન, આઈટીસી, મારુતિ સુઝુકી, તાતા પાવર, તાતા કોફી, યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે જૂન મહિનાના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. બેંક ઓફ બરોડા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ ફાઇનાન્સ દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનરા છે. કારોબારમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થતિને લઇને ગણતરી કરી રહ્યા છે. જુલાઈ એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પુરી થઇ રહી છે. જીએસટી કાઉન્સલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. પેટ્રોલ સાથે સંબંધિત ઇથેનોલ ઉપર રેટને પણ ઘટાડવામાં આવ્યો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયેલના નેતૃત્વમાં જીએસટી કાઉન્સલની બેઠક શનિવારના દિવસે મળી હતી જેમાં જીએસટીમાંથી સેનેટરી નેપકિનને મુક્ત આપવાનો નિર્ણય કરાયો હતો. એક વર્ષ જુની જીએસટી વ્યવસ્થામાં હાલમાં તેના ઉપર ૧૨ ટકાનો ટેક્સ હતો. બીજી બાજુ રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે.
શુક્રવારે રૂપિયો અમેરિકી ડોલર સામે ૨૧ પૈસા રિકવર થઇને ૬૮.૮૪ની સપાટીએ બંધ થતાં પહેલા રેકોર્ડ ૬૯.૧૨ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જાવા મળી શકે છે. અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. ઉપરાંત ઈસીબી પોલિસીની બેઠક, યુએસ જીડીપીના ડેટાની અસર પણ જાવા મળી શકે છે. મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જાવા મળી શકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



