અમદાવાદમાં અનેક સાઇઝ-ડિઝાઇનના બમ્પથી વાહનચાલકો ત્રસ્ત

0
33

અમદાવાદ,
તા.૩/૪/૨૦૧૮

છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનાં પેટનું પાણી હાલ્યું નથી

શહેરના રસ્તા પર ૩૦૦૦થી વધારે બમ્પ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. આ તો તંત્રનો સત્તાવાર આંકડો છે. પરંતુ સ્થાનિક રાજકારણી કે વગદાર લોકોની ભલામણથી રાતોરાત ઊભા કરાતા બમ્પ તો ત્રણથી ચાર ગણા છે. પરંતુ અનેક સાઇઝ અને ડિઝાઇનના બમ્પથી વાહનચાલકો તોબા પોકારતા હોઇ તાજેતરમાં હાઇકોર્ટે સત્તાવાળાઓની આકરા શબ્દમાં ઝાટકણી કાઢી હતી.

જાકે આ પહેલાં શહેર ટ્રાફિક પોલીસ વિભાગે આ મામલે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ લેખિતમાં પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી તેમ છતાં આશ્ચર્યજનક રીતે હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોનાં પેટનું પાણી હાલ્યું નથી. સ્ટાન્ડર્ડ સાઇઝના બમ્પ માટે કોઇ નીતિ ઘડાઇ નથી. ફક્ત જે તે ઝોનના ઇજનેર વિભાગને આડેધડ રીતે બનાવાયેલા બમ્પને હટાવવાની તેમજ નવા બમ્પ ઇંડિયન રોડ કોંગ્રેસના સ્ટાન્ડર્ડ મુજબ બનાવવાની મૌખિક સૂચના આપી છે. બીજા અર્થમાં સત્તાધીશો સ્ટાન્ડર્ડ સાઇઝના બમ્પ માટે હજુ ગંભીર બન્યા નથી.

તૂટેલા રસ્તાની જેમ આડેધડ રીતે ઊભા કરાયેલા બમ્પથી પણ અમદાવાદીઓ રીતસરના ત્રાસી ઊઠ્યા છે. તાજેતરમાં હાઇકોર્ટે બમ્પના મામલે મ્યુનિસિપલ સત્તાધીશોની ધૂળ કાઢતાં તંત્રને શહેરના ૯૦ ટકા બમ્પ નીતિ-નિયમ વગરના હોવાની કબૂલાત કરવી પડી હતી. જાકે હાઇકોર્ટની લાલ આંખ પહેલાં શહેર ટ્રાફિક પોલીસના મદદનીશ કમિશનર એ.એમ. પટેલે મ્યુનિસિપલ ટ્રાફિક વિભાગને પત્ર લખીને ઇંડિયન રોડ કોંગ્રેસ (આઇઆરસી)ની ગાઇડલાઇન મુજબ ચોક્કસ ઊંચાઇ અને ચોક્કસ લંબાઇના બમ્પ બનાવવાની કડક શબ્દોમાં તાકીદ કરી હતી.

ટ્રાફિક પોલીસમાં વહીવટ વિભાગના મદદનીશ પોલીસ કમિશનરના ગત તા.૧૦ માર્ચ, ર૦૧૮ના પત્રના ટૂંકસાર મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં જુદા જુદા વોર્ડના નાગરિકોની આવેલી અરજીના આધારે બમ્પ બનાવવામાં આવે છે. પરંતુ બનાવવામાં આવતા તમામ બમ્પનું માપ અને સાઇઝ કાયદેસરના બનાવવામાં આવતા નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY