પોલીસ સ્ટેશનમાં ૧૦૦ વર્ષ જૂની મજાર પુનઃસ્થાપિત કરાઈ

0
79

અમદાવાદ,
તા.૧૨/૦૩/૨૦૧૮

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં લોકો ચોરી, લૂંટફાટ કે અન્ય કોઈ બનાવની ફરિયાદ લઈ જતા હોય છે પરંતુ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લોકો અને પોલીસ ફૂલહાર લઈને બંદગી કરવા જાય છે તેનું એકમાત્ર કારણ પોલીસ સ્ટેશનમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની મજાર છે, જેને આસ્થાના કારણે પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.

શહેરમાં એક એવું પોલીસ સ્ટેશન છે જે સ્થાનિકો માટે અને પોલીસ કર્મચારીઓ માટે શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે. પોલીસે અંદાજે ૧૦૦ વર્ષ જૂની મજારને પોલીસ સ્ટેશનમાં પુનઃ સ્થાપિત કરતાં લોકો અહીં માથું ટેકવે છે. વર્ષ ૧૯૯૨માં થયેલા બાબરીધ્વંસ કાંડ બાદ અમરાઇવાડી વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો રામોલ, જુહાપુરા તેમજ વિવિધ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા.

અમરાઇવાડી ગામમાં આવેલ જાગણી માતાના મંદિર પાસે જૂનું અમરાઇવાડી પોલીસ સ્ટેશન હતું, જેમાં આવેલી એકાઉન્ટની ઓફિસમાં ૧૦૦ વર્ષ જૂની એક મજાર હતી. ૨૦૦૨ પહેલાં મજારમાં નિયમિત રીતે લોકો ફૂલ હાર ચઢાવતા હતા અને તેની દેખરેખ રાખતા હતા.

સમય જતાં મજારની દેખરેખ રાખવાનું બંધ કરી દેતાં પોલીસ કર્મચારીઓએ તેના પર ટાઇલ્સ લગાવીને લાકડાનું કબાટ મૂકી દીધું હતું અને હનુમાનજીની મૂર્તિ મૂકી દીધી હતી. સમય જતાં લોકો મજારને ભૂલી ગયા હતા. અમરાઇવાડીને આધુનિક પોલીસ સ્ટેશન બનાવવા માટે જૂના પોલીસ સ્ટેશનને તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં મજાર પણ તૂટી ગઇ હતી.

૯ વર્ષ પહેલાં આ જગ્યા પર ગૃહવિભાગે અમરાઇવાડી પોલીસ સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું હતું. તારીખ ૧૨.૦૩.૧૧ના રોજ આ પોલીસ સ્ટેશનનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. મજાર પર બનેલા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા આવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેનાથી અજાણ હતા.

જેના કારણે લોકો મજાર વાળી જગ્યા પર દેખરેખ રાખી શકતા હતા નહીં. પોલીસ તેમજ સ્થાનિકોનું માનવું છે કે મજાર પર બનેલા પોલીસ સ્ટેશનના કારણે અંશાતિનો માહોલ સર્જાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર પર સ્થાનિકો દ્વારા આક્ષેપ થતા હતા. હત્યા, ચોરી, મારામારી જેવા અનેક બનાવો પણ વધવા લાગ્યા હતા હતા. જેના કારણે પોલીસે મજારને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો અને થોડાક સમય પહેલા મજાર વાળી જગ્યા પર સ્ટીલની ફેન્સંગ કરી દીધી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY