અમદાવાદ,
તા.૧૨/૦૩/૨૦૧૮
શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકનો પ્રશ્ન વિકરાળ બનતો જાય છે. એક અંદાજ મુજબ શહેરમાં પ્રતિદિન ૭૦૦ નવાં વાહન રોડ પર મુકાય છે. આની સામે જાહેર પરિવહનની એએમટીએસ અને બીઆરટીએસ જેવી સેવાનો પનો ટૂંકો પડ્યો છે. લારી-ગલ્લાનાં દબાણયુક્ત રસ્તા, રોડ પરની કોમર્શિયલ બિલ્ડીંગના રોડ પર જ પાર્ક થતાં વાહન વગેરે સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત છે. હાઇકોર્ટ દ્વારા પણ આ મામલે તંત્રનો અવારનવાર ઊધડો લેવાઇ રહ્યો છે. પરિણામે સત્તાવાળાઓએ શહેરના ટ્રાફિકનો પ્રશ્ન હળવો કરવા ઝોન વાઇઝ પાર્કિંગ માટે અંદાજે રપથી વધુ પ્લોટને ડેવલપ કરવાની દિશામાં આયોજન હાથ ધર્યું છે. આગામી બે મહિનામાં આ સઘળા પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરાશે.
અત્યારે શહેરના રસ્તા પર ૭.પ૦ લાખ કાર, ર૮ લાખ ટુવ્હીલર, ૧.રપ લાખ ઓટોરિક્ષા, ૩૮૦૦ લક્ઝરી બસ, ૩૦૦૦ ટ્રક તેમજ એએમટીએસ, બીઆરટીએસ અને એસટીની બસ ઉપરાંત બહારગામથી આવતાં ખાનગી વાહન, ટ્રક વગેરેથી અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ રહે છે. જે પ્રકારે રોજનાં ૭૦૦ નવાં વાહનનો ઉમેરો થઇ રહ્યો છે તેને જાતાં આગામી પાંચ વર્ષ પછી ૧ર.૭૭ લાખ નવાં વાહન ઉમેરાશે. આની સામે રોડની હયાત ક્ષમતાને તપાસતાં ભવિષ્યના ટ્રાફિકનો વિચાર કરતાં સત્તાવાળાઓ ધ્રુજી ઊઠ્યા છે.
દરમ્યાન વહીવટીતંત્રે શહેરમાં વિકરાળ બનેલા ટ્રાફિકના પ્રશ્નને હળવો કરવા ઝોન વાઇઝ પા‹કગ માટે અંદાજીત રપથી વધુ પ્લોટની શોધ આરંભી છે. તંત્ર દ્વારા ‘ઓપન ફોર સેલ’ હેતુના કેટલાક પ્લોટ મેળવીને ત્યાં કમ્પાઉન્ડ વોલ બનાવાઇ રહી છે. આગામી બે મહિનામાં આ સઘળા પ્લોટમાં ‘પે એન્ડ પાર્ક’ની સુવિધા ઊભી થઇ જશે.
દરમ્યાન એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે નવું મિીલ્ટસ્ટોરિડ પા‹કગ ઊભું કરાશે. એસજી હાઇવે પરના ટ્રાફિકને હળવો કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ.૮૪ર કરોડનું આયોજન હાથ ધરાયું હોઇ તેમાં છ લેનના હાઇવે ઉપરાંત ઉજાલા, આણંદ ચોકડી, પક્વાન ચાર રસ્તા, અડાલજ પાસે ઉવારસદ ખાતે ઓવરબ્રિજ અને થલતેજથી સોલા ભાગવત વિદ્યાપીઠ સુધીના ત્રણ કિમી લાંબા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો નાગરિકોને લાભ મળશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"