બગોદરા-કચ્છ હાઇવે : ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં ૫ ના મોત

0
16

અમદાવાદ,
તા.૧૨/૦૩/૨૦૧૮

બગોદરા-લીંબડી હાઇવે પર તથા કચ્છ હાઇવે પર ગઇકાલે બે ગંભીર અકસ્માત સર્જાયા હતા. આ અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યા છે જ્યારે ત્રણથી વધુ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

બગોદરા-લીંબડી હાઇવે પર બગોદરા નજીક ગઇકાલે સવારે સુરેન્દ્રનગર પાસિંગની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઇવર સાઇડ બેઠેલા બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય કારનો પણ આ અકસ્માત થયેલી કાર સાથે ટક્કર વાગી હતી.

જ્યારે બીજા બનાવમાં કચ્છનાં રાપરના આડેસર નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આદિપુર-મુંદ્રામાં રહેતા રાજસ્થાની પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે, ૭ વર્ષના એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

આડેસર ચેકપોસ્ટથી એક કિલોમીટર આગળ રસ્તા પર ઊભી રહેલી ટ્રકની પાછળ પૂરપાટ વેગે જતી અલ્ટો કાર ઘુસી જતાં કારમાં સવાર બે પુરૂષ અને એક મહિલાનાં મોત નિપજ્યાં હતા. કારમાં સવાર સાત વર્ષના સુરેન્દ્ર ઓમપ્રકાશ નામના બાળકનો બચાવ થયો હતો. પરંતુ તેના માતા પિતાના મોત નીપજ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY