પોર બળિયાદેવ મંદિર નું રીનોવેશન પુરજોશ માં ચાલુ

0
154

વડોદરા જિલ્લા ના મધ્ય ગુજરાત પ્રસિદ્ધ યાત્રાધામ પોર ખાતે આવેલું છે. જે શ્રી મોટા બળિયાદેવ મહારાજ તરીકે પ્રખ્યાત છે તેનું 1992 ની સાલમાં નવીન બાંધકામ કરવામાં આવેલ હતું. તેથી પોર બળિયાદેવ મહારાજ મંદિર 27 વર્ષ મંદિર જૂનું હોવાથી જર્જરિત હાલત માં હતું. જેના રીનોવેશન માટે મંદિર આવતા ભક્તજનો અને ગ્રામજનો દ્વારા ઘણા વખત થી રીનોવેશન માંગણી થઈ રહીં હતી. તેના અનુસંધાન 2016 ની સાલ માં વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી અવંતિકા સીઘ આવ્યા અને માંગણી ઓ વ્યાજબી લાગતા તેમની હાજરી માં ગુજરાત ના નામાંકિત આર્કિટેક્ટ ને સ્થળ ઉપર તેમની હાજરી માં આમંત્રિત કર્યા અને મંદિર ના રીનોવેશન માટે પ્લાન બનાવડાવ્યા ..પોર બળિયાદેવ મંદિર ની મુખ્ય સમસ્યા પાર્કિંગ ની સુવિધા નથી. તેથી ટ્રાફિક ની સમસ્યા પણ જોવા મળે છે ત્યારબાદ બળિયાદેવ મંદિર ના પૂજારી દિલીપ ભાઈ ઉપાધ્યાય એ કરજણ શિનોર ના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા ને રજુઆત કરવામાં આવી હતી. દિલીપ ભાઈ ની વાત સાંભળી ને સતીશ ભાઈ એ વડોદરા કલેક્ટર માં રજુઆત કરતા 5 કરોડ 60 લાખ રૂપિયામાં N.H 8 ઇટોલા ચોકડી થી ઢાઢર નદી માં થઈ ને બ્રિજ અને મંદિર નું રીનોવેશન કામ તેમ મંજુર કરવામાં આવેલા હતા. અને વિધાનસભા ચૂંટણી ત્રણ માસ પહેલા કરજણ શિનોર ના પૂર્વ ધારાસભ્ય સતીશ ભાઈ પટેલ ના વરદ હસ્તે ખાતમુહત કરવામાં આવ્યું હતું. અને છેલ્લા એક માસ થી પોર બળિયાદેવ મંદિર નું રીનોવેશન પુર જોસ માં કામ ચાલુ થઈ ગયું છે..પોર બળિયાદેવ મંદિરે રવિવાર…મંગળવાર….ગુરુવાર ..ના રોજ અહીં ભક્તો નો ગોળાપુર જોવા મળે છે. અને બળિયાદેવ મંદિર રીનોવેશન કામ ચાલુ થતા પોર ગ્રામ વાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હવે રાહ જોવાઈ રહી છે કે વહેલી તકે બળીયાદેવ મંદિર નું રીનોવેશન પૂરું થાય તેવી લોક માંગ ઉઠી છે.

હિતેશ બી પટેલ.
પોર…
મો.9712543194

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY