સરદાર સાહેબે દેશને એક ન કર્યો હોત તો આપણે દેશમાં ફરવા માટે પણ વીજા લેવા પડતા : નરેન્દ્ર મોદી

0
522

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ પ્રસંગે વેલી ઓફ ફલાવર્સને ખુલ્લું મુકતા મોદી

નર્મદા નદીના કિનારે ૧૦૦થી વધુ પ્રકારના રંગબેરંગી ફુલોથી શણગારેલ વેલી ઓફ ફલાવર્સને વડાપ્રધાન મોદીએ ખુલ્લું મુક્યું હતું તેમજ તકતીનું અનાવરણ કર્યું હતું.

31 મી ઓક્ટોબર ના રોજ પી એમ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું રાષ્ટ્રાર્પણ થયું ત્યારે આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ જે. એન. સિંઘ, જિલ્લા કલેકટર આર. એસ. નિનામા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ
એક ભારત શ્રેષ્ઠ ભારતને સફળ બનાવવા આ પ્રતિમા એકતાનું પ્રેરણાતીર્થ બનશે

પી એમ મોદી એ તેમના વક્તવ્ય માં જણાવ્યું કે સરદાર સાહેબે દેશને એક ન કર્યો હોત તો આપણે દેશમાં ફરવા માટે પણ વીજા લેવા પડતા તે સમયે ઇન્ડિયન સિવિલ સર્વિસ માં ના ઇન્ડિયન ન કોઈ સિવિલ કે ન કોઈ સર્વિસ હતી ત્યારે સરદારે યુવાઓ ને ભારત ના નવનિર્માણ માટે ઉત્સુક કર્યા અને એવા સમયે તેમને ગૃહ મંત્રી બનાવાયા જ્યારે સૌથી ખરાબ દિવસો હતા મહિલાઓ ને ભારત ની રાજનીતિ માં સક્રિય યોગદાન આપવા બદલ તેમનો રોલ પણ ખુબ સારો રહ્યો હતો અને મહિલાઓ ને પંચાયતો ની ચૂંટણી માં ભાગ અપાવ્યો જેથી આપણને મૌલિક અધિકરો મળ્યા ત્યારે આ પ્રતિમા સરદાર સાહેબ ની સામર્થ્ય અને સમર્પણ નું સન્માન અને ન્યુ ઇન્ડિયા ના ભારત ના અસ્તિત્વ ઉપર સવાલ ઉઠાવવા વાળા ને બતાવવા માટે છે અને તેની ઊંચાઈ ભારત ના યુવાઓ ને યાદ કરાવે કે ભવિષ્ય નું ભારત આગવી આકાંક્ષાઓ સાથે નું એક ભારત શ્રેષ્ટ ભારત હશે.

 

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ પ્રસંગેવિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા નિર્માણના સહયોગીઓ સાથે વડાપ્રધાને તસવીર ખેંચાવી અને સ્ટેચ્યૂ ના નિર્માણ ના સહયોગી સહિત રાજ્યના મંત્રીમંડળ અને સ્ટેચ્યૂ નિર્માણમાં યોગદાન આપનારા મહાનુભાવો સાથે પણ સમૂહ તસીર ખેંાવી તમામ ને યાદ કર્યા હતા.

 સરદાર સાહેબની આ ગગનચૂંબી પ્રતિમાના સાંનિધ્યમાં આ પત્ર ગુજરાતના નાગરિકો તરફથી દેશના એક બીજા સપૂત નરેન્દ્રભાઇને આર્શીવાદરૂપે લખવામાં આવી રહ્યો છે :વિજય રૂપાણી

સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગુજરાતમાં નિર્માણ માટે ગુજરાતના નાગરિકો વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવી અભિનંદનપત્ર પાઠવ્યો હતો. વિશ્વભરમાં ગુજરાતનું નામ એકતા માટે પ્રસ્થાપિત કરવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા તેઓએ કહયું કે એક ભારત શ્રેષ્ઠ ભારત ના નિર્માણને સફળ બનાવવા માટે આ સ્થળ એકતા નું પ્રેરણાતિર્થ બનશે. દેશના નાગરિકો આપના આ સપનાને પૂર્ણ કરશે એવો અમારો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.તેઓએ ઉમેર્યુ કે સરદાર સાહેબની આ ગગનચૂંબી પ્રતિમાના સાંનિધ્યમાં આ પત્ર ગુજરાતના નાગરિકો તરફથી દેશના એક બીજા સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આર્શીવાદરૂપે લખવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર ભાઇ મોદીનો સરદાર વલ્લભભાઈ પટેલની જેટલી મોટી પ્રતિભા એટલી જ ઉંચી પ્રતિમાનો સંકલ્પ હતો એ આજે ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ સાકાર થયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY