આદિવાસી સમાજ ના દલાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સમર્થન આપનારાઓ મા આદિવાસી ઓ નું લોહી હોય જ ના શકે : પ્રફુલ વસાવા
રાજપીપલા શાક માર્કેટ માં પણ 31 મી એ બંધ ના બોર્ડ લાગ્યા
પી એમ મોદી ને 31 મી એ સ્ટેચ્યુ પર ન આવવા કેટલાક ગામના સરપંચો દ્વારા લેખિત જાણ કરાઈ છે.
31 ઓક્ટોબર આદિવાસી સમાજ ના સંગઠનો એ આપેલા બંધ ના એલાન ના પગલે રાજપીપળા શાકભાજી માર્કેટ અને બજાર બંધ ના બોર્ડ લાગ્યા તમામ વેપારીઓ એ આદિવાસી સંઘટનને સાથ આપવા હામી ભરી હોવાનું જણાવતા પ્રફુલ વસાવા
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આસપાસ ના ગ્રામ પંચાયતો ના સરપંચો એ પોતાના સહી સિક્કા મારી જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી તમે 31ઓક્ટોબરે નર્મદા ડેમ પર નહીં આવતા ત્યારે પોતાનો સમાજ લૂટાય રહ્યો હોય તો સમાજ વાળા જ બચાવવા આવશે એવા મારા આદિવાસી સમાજ ના સરપંચો ને ધન્યવાદ કહેતા યુવા આદિવાસી આગેવાન ડો.પ્રફુલ વસાવા એ જણાવ્યું કે કેટલાક ભાજપ ના દલાલો આદિવાસી સમાજ ને એી વાત કરી ગુમરાહ કરતા હતા કે ત્યાં ના લોકો ખુશ છે, સ્થાનિકો ને કોઈ વિરોધ નથી હવે તો ત્યાંના સ્થાનિક આદિવાસી સરપંચો જ કહી રહ્યા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આદિવાસી ઓને નુકશાન જ થશે એમ કહી ચાબખા માર્યા હતા.
સ્થાનિક આદિવાસીઓમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો બહૂ જ વિરોધ છે પરંતુ પોલીસ બળપ્રયોગ કરી ને ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓને દબાવી દે છે તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સમર્થન આપે છે કોણ..? એ ગદ્દારો કોણ છે …? એમ કહી પ્રફુલ વસાવા એ જણાવ્યું હતું કે 100 થી વધુ આદિવાસી સંગઠનઓ આ બંધ ને સમર્થન આપ્યું છે અને એ કોઈ પણ ભોગે પાછું નહીં લેવાય.
પ્રફુલ વસાવા એ વધુ માં જણાવ્યું કે અમારા આદિવાસી કોઈ પણ રાજનૈતિક પાર્ટીમાં હોય પણ સમાજ પહેલો હોવો જોઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સમર્થન આપનારા આદિવાસી ઓ પાર્ટી ઓ ના ગુલામ બની ગયા છે. આદિવાસી લૂટાય રહ્યો છે અને અમુક લોકો તમાશો જુવે છે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બેનરો મા હવે આપણા સમાજના ક્રાન્તિકારી બિરસા મુંડા ની પ્રતિમા નો માત્ર ફોટો મૂકી દેવાથી આપણે ચુપ થઈ જવાનું?
બિરસા મુંડા તો આદિવાસી ઓની જમીનો બચાવતા હતા અને તમે નરેન્દ્ર મોદી – વિજય રૂપાણી સરકાર વાલા આદિવાસીઓ ની જમીનો લૂંટી રહ્યા છો…? આદિવાસીઓ નું હવે વિકાસ ના નામે વિસ્થાપન બંધ કરો,જો આદિવાસી ઓનું વિસ્થાપન હવે બંધ નહીં કરો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિરોધ પ્રદર્શનોથી અંદાજ લગાવી દેજો એમ ડૉ પ્રફુલ વસાવા એ હુંકાર કર્યો છે
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય ( SAS) એ બીન રાજકિય સામાજીક સંગઠન છે.તા. ૩૧-૧૦-૨૦૧૮ નાં રોજ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલનું પૂતળું બનાવ્યું છે એનાં ઉદ્ધાટન કાર્યક્રમનો સમગ્ર ગુજરાત રાજ્ય નાં આદીવાસી સમાજે બહિષ્કાર કર્યો છે. વિસ્થાપિતોનાં સમર્થનમાં અને આદિવાસી સંસ્કૃતિ, રૂઢિપરંપરા ને બચાવવા માટે અને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવી કોઈ પણ પ્રકારની કામગીરી કરતાં પહેલાં સંવિધાનની જોગવાઈઓનો ભંગ કરેલો હોઈ, માટે આ કાર્યક્રમનો આદિવાસી સમાજના લોકોએ બહિષ્કાર કર્યો છે એને સમસ્ત આદિવાસી સમાજ ગુ. રા. સમર્થન આપે છે. કોઈપણ રાજકીય પક્ષો કે પ્રશાસન દ્વારા જ્યારે જ્યારે પણ આદિવાસી સમાજને અન્યાય કરવામાં આવશે ત્યારે સમસ્ત આદિવાસી સમાજ ગુ. રા. એ અન્યાય સામે અવાજ ઉઠાવનાર સંગઠનને સમર્થન આપશે.એમ કહી 31 ઓક્ટોબર આદિવાસી સમાજ ના સંગઠનો એ આપેલ બંધ એલાનના પગલે રાજપીપળા શાક માર્કેટ ના વેપારીઓ સાથે મેં મિટિંગ કરી વિનંતી કરતા વેપારી મંડળ એ પણ સાથ આપવા જણાવ્યું હોવાનું પ્રફુલ વસાવા એ જણાવ્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




