આપત્તિજનક પોસ્ટ પર લગામ કસવા ફેસબુક તૈનાત કરશે ૭૫૦૦ સમીક્ષકોની ફોજ

0
12

સાન ફ્રાન્સિસ્કો,તા.૨૯
ફેસબુકના સંચાલકોએ હવે ફેસબુક પર મુકાતી કટ્ટરવાદી અને આપત્તિજનક પોસ્ટ, આતંકવાદ તેમજ બાળકોના યૌન શોષણ સાથે જાડાયેલા કન્ટેન્ટની સમીક્ષા કરવા માટે લગભગ ૭૫૦૦ જેટલા કર્મચારીઓને તૈનાત કરવાનુ નક્કી કર્યુ છે.
આ કન્ટેન્ટ સમીક્ષક ફુલ ટાઈમ અને કોન્ટ્રાક્ટ આધારીત કર્મચારીઓ હશે.જેમાં ફેસબૂકની પાર્ટનર કંપનીઓનો પણ સમાવેશ થાય છે. કર્મચારીઓની આ ફોજ દુનિયાના વિવિધ ટાઈમ ઝોનમાં ૫૦ ભાષાઓમાં કામ કરશે.
ફેસબૂકના વાઈસ પ્રેસિડન્ટ એલેન સિલ્વરે કહ્યું હતું કે આટલા મોટા પાયે ફેસબૂક પર મુકાતા કન્ટેન્ટની સમીક્ષા ક્યારેય કરાઈ નથી. આ એવુ પ્લેટફોર્મ છે જેના પર અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ દેશોના કરોડો યુઝર એકબીજા સાથે વાતચીત કરતા હોય છે આમ છતા અમે અમારી જવાબદારીઓ અને પડકારોને સમજીએ છે.
સિલ્વરે કહ્યું હતું કે કન્ટેન્ટની સમીક્ષા માટે ભાષા પરનુ પ્રભુત્વ મહત્વનુ છે. અમને કોઈ કન્ટેન્ટની જાણકારી આપે છે તો અમે જે તે ભાષાના નિષ્ણાતોની મદદ લઈને ચકાસણી કરીએ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY