સુરત, તા.૨
સુરતની માથાભારે ભૂરીનો વીડિયો વાયરલ થયા બાદ તે ખુબ ચર્ચામાં રહી હતી. જેના આતંકથી કેટલાએ લોકો પરેશાન હતા. તેના માર-પીટ, ધાક-ધમકીના વીડિયોને લઈ ખુબ ચર્ચામાં રહેતી હતી. આખરે પોલીસે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરી વડોદરા જેલના હવાલે કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની લેડી ડોન તરીકે જાણીતી બનેલી મિતા ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મિતા ઉર્ફે ભૂરી ગોહિલને વડોદરા જેલમાં ધકેલાઈ છે. પોલીસે ભયજનક વ્યક્તિ તરીકે તેની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, વરાછા વિસ્તારમાં ભુરીએ કેટલીક વખત મારામારી કરી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ઘાતક હથિયારો લઈ તે દાદાગીરી કરતી જોવા મળી રહી હતી. પોલીસે મિતા ઉર્ફે ભૂરીની ત્રણથી વધુ કેસમાં ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂરીએ કોર્ટમાં આ પહેલા જામીન માટે અરજી પણ કરી હતી જોકે, તે નામંજૂર થઈ હતી. ભુરી અને તેના સાથીઓ સામે હોળી દરમિયાન ચપ્પુની અણીએ લૂંટ ચલાવવા અંગેનો તેનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. પાનના ગલ્લાવાળાને દમ મારી રૃ.૫૦૦ની લૂંટ ચલાવવાની ફરિયાદ પણ તેની સામે નોંધાઈ ચુકી છે. જેલવાસ ભોગવતી ભુરીએ કરેલી જામીન અરજીની સુનાવણીમાં એપીપી અરવિંદ વસોયાએ તેમની દલીલોમાં જણાવ્યું હતુ કે આરોપી મહિલા વારંવાર આવા ગુના કરવા ટેવાયેલી છે. તેને જો જામીન મળે તો સમાજમાં દહેશત ફેલાવે અને સાક્ષીઓ પર હુમલા કરે એવી દહેશત છે.કોર્ટે ભુરી સામેના પુરાવા,દલીલો અને ગુનાઓમાં તેની સંડોવણીને ધ્યાનમાં લઈ જામીનઅરજી નામંજુર કરી હતી.
જોકે જેલની હવા ખાઈને આવેલી લેડી ડોનના તેવર કોર્ટમાં નરમ પડ્યાં હતા. કોર્ટમાં રજૂ કરાતાની સાથે લેડી ડોને પોતાની ભૂલ કબૂલી હતી અને હવે તે સુધારવા માંગે છે તેમ જણાવ્યું હતું.
ભૂરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘રાહુલ ને પોલીસે માર માર્યો છે આથી તેને ફરિયાદ કરી છે. મેં જે કર્યું છે તે ભૂલ છે અને હવે હું સુધારવા માંગું છું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




