આમોદ તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે બબાલ સર્જાઈ- આમોદ પોલીસ સ્ટેશન મા સામ સામે ફરિયાદ નોંધાઈ

0
216

પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રોજ આમોદ તાલુકાના રોજા ટંકારીઆ ગામ નજીક આમોદ તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ના ફાર્મ હાઉસ પાસે થી તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ ના દિયર સુનીલ ભાઈ માનસીહ ભાઇ રાજ પસાર થઈ રહયા હતા તે દરમિયાન ચોકકસ હેતુ પાર પાડવા ગાડી ઉભી રખાવી ગાડી નો આગળ નો કાચ ટોડી નાખી માર મારી દાદાગીરી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરીયાદ મહિલા પ્રમુખ ના દિયર સુનીલ ભાઇ માનસીહ ભાઇ રાજે ઉપ પ્રમુખ દિપક ભાઈ ચૌહાણ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામેલ.
જયારે બીજી તરફ આમોદ તાલુકાના પંચાયત ના ઉપ પ્રમુખ દિપક ભાઈ ચૌહાણ ના પત્ની એ પણ આમોદ તાલુકા પંચાયત ના પ્રમુખ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે ઘર મા ઘુસી ગાડી ના કાચ તોડી ઘર મા તોડફોડ કરી ઉપ પ્રમુખ ની પત્ની ની સાડી ફાડી નાખી ગમે તેમ ગાળો બોલી તારો ધણી કયા છે? બોલાવ આજે તો તને જાન થી મારી નાખીશું તેવી ધમકી આપી ગમે તેમ ગાળો બોલ્યા ની ફરીયાદ નોંધાવવામાં પામી છે.
જયારે આ બન્ને પક્ષો ની આમોદ પોલીસે રાયોટીગ નો ગુનો નોંધી આમોદ પોલીસે કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા પંચાયત મા આવનારી 26 તારીખે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી યોજાનારી હોઇ તેવા સમયે પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે બબાલ સર્જાતા અનેક આમોદ પંથક માં અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યા છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY