ગીર સોમનાથ તા. ૧૯, ગીર સોમનાથ જિલ્લામા લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ૯૧-તાલાળા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ યોજાનાર છે. ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય અને ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચારસંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય એ હેતુથી ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ એક હુકમ બહાર પાડીને ફરમાવેલ છે કે, સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો વગેરે દ્વારા ઇલેકટ્રોનીક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૬.૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૬.૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી પુરા થતાં ૨૪ કલાકના સમયગાળા બાદ તુરત જ સવારના ૧૦.૩૦ કલાક સુધીમાં ચૂંટણીની કામગીરીના નોડેલ અધિકારી (મીડીયા) અને સહાયક માહિતી નિયામક ગીર સોમનાથ-વેરાવળની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડી, સીડી પહોંચાડયા બદલ પહોંચ મેળવી રેકર્ડમાં જાળવવી તેમજ જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પુરા થતા પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવાની રહેશે.
સહાયક માહિતી નિયામક, આદર્શ આચારસંહિતાની અમલવારી અર્થે નિયુક્ત નોડલ અધિકારી તથા સબંધિત ચૂંટણી અધિકારી તથા મદદ.ચૂંટણી અધિકારીએ પણ જરૂરીયાતના કિસ્સામા અમલવારી માટે તાકિદે કાર્યવાહી કરવી. આ હુકમ પ્રસિધ્ધ થયાની તારીખથી ચૂંટણીની કાર્યવાહી પુર્ણ થયા સુધી એટલેકે તા.૨૭-૦૫-૨૦૧૯ સુધી અમલમા રહેશે. તેમજ તે ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમ નો ભંગ શિક્ષાપાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






