ગીર સોમનાથ, તા.૧૯, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત ઉમેદવારોના ચૂંટણી ખર્ચના મોનિટરીંગ માટેબેઠક યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, ઉમેદવારોને ચૂંટણીખર્ચ અંગેનુ બેન્ક ખાતુ ખોલાવવા અને તે ખાતામાં રકમ જમા કરાવવા અને ઉપાડવા, કોઈ વ્યક્તિ દ્રારા બેન્ક કે પોસ્ટ ઓફિસ માંથી શંકાસ્પદ ઉપાડ અંગેનો રીપોર્ટ કરવો. ફ્લાઈંગ સ્કવોર્ડ કે સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્રારા જપ્ત થયેલ રોકડ રકમ ૨૪ કલાકમાં તિજોરીમાં જમા કરાવવા. ૧૦ લાખથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોય ત્યારે જપ્તીની એક નકલ આ હેતુ માટે રાખવામાં આવેલ આવક વેરા અધિકારીને મોકલવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષના ખાતામાં રૂા.૧ લાખથી વધારે રોકડ ઉપાડી અને જમા કરાવવી તેમજ કોઈપણ અન્ય શંકાસ્પદ લેવડ-દેવડ, જે મતદારોને રૂશવત આપવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા કિસ્સામાં રિપોર્ટ કરવાનો રહેશે.

તેમજ વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામા આવેલ સેલ્ફ હેલ્પ ગૃ્પ, એન.જી.ઓ. વિગેરેના બેન્ક ખાતાનાં કોઈ મોટી રકમ જમા થાય તો તે અંગે જરૂરી દેખરેખ રાખવાની રહે છે. તેમજ આ અંગેની જાણ સ્ટેટ લેવલ બેંકર્સ સમિતિ તથા ગુજરાત લાઈવહુડ પ્રમોશન કંપનીને સીઈઓ કચેરી કક્ષાએથી જાણ કરવામાં આવેલ છે. મતદારયાદીનાં છેલ્લા ભાગમાં સેવા મતદારો ભારતીય સુરક્ષા દળના અધિકારીઓ/કર્મચારીઓને ઈટીપીબીએસ પ્રણાલી હેઠળ ઈલેક્ટ્રોનીક માધ્યમથી ટપાલ મતપત્ર મોકલવામાં આવનાર છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રજાપતી, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય મોદી, સુપ્રિટેન્ડેન્ટ હેડ પોસ્ટ ઓફિસ વેરાવળ, મેનેજર લીડ બેન્ક, જિલ્લા તિજોરી અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






