પ્રથુગઢ ગામના પાટિયા પાસેથી ગેર કાયદેસર પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

0
123

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી ના ઓએ ગેર કાયદેસર પ્રવુતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી ગેર કાયદેસર પકડવા સૂચના આપેલ હોય જેથી એલ.સી.બી પોલીસ ઇન્સ. એન. કે. વ્યાસ ના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ. આર. ડી. ગોહિલ, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સરદારસિંહ ગોહિલ, કિશોરભાઈ પારધી, પ્રતાપસિંહ પરમાર, પો.કોન્સ.દિલીપભાઈ ઠાકોર, વિજયસિંહ રાણા, અજીતસિંહ સોલંકી, વિગેરે સ્ટાફના માણસો એ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ઓની ખાનગી બાતમી આધારે પ્રથુગઢ ગામના પાટિયા પાસે વોચમાં રહી હુસેનભાઈ અબ્દુલભાઇ કુરેશી જાતે મુસલમાન, ઉ. 27, રહે. પ્રથુગઢ, નવિનિશાળ ની બાજુમાં, તા. ધ્રાંગધ્રા વાળના કબ્જામાંથી ગે.કા. લાયસન્સ પરવાના વગરની દેશી બનાવટ પિસ્તોલ નંગ 1, રૂ. 20,000/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઈસમ વિરુદ્ધ હથિયાર ધરાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે. માં રજી. કરાવેલ છે. આ મજકુર ઈસમ અગાઉ બે વખત હથિયાર ના ગુનામાં સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે. તથા જોરાવરનગર પો.સ્ટે. પકડાયેલ છે. તેમજ મજકુર ઈસમ અગાઉ ત્રણ વખત ઈંગ્લીશ દારૂના કેશ મા પકડાયેલા છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY