શ્રીરામ સેનાના કાર્યકર્તાઓએ ફેસબુક પેજથી આ સંબંધે અપીલ કરતી પોસ્ટ શેર કરી
ન્યુ દિલ્હી,તા.૧૭
વરિષ્ઠ પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની હત્યા સાથે ફરીવાર હિંદુત્વવાદી સંગઠન શ્રીરામ સેનાનું નામ જોડાયું છે.
શ્રીરામ સેનાની વિજયપુરા એકમે ગૌરી લંકેશની હત્યાનો ગુનો કબૂલ કરી ચૂકેલા પરશુરામ વાઘમારેએ પરીવારની મદદ માટે લોકોને ફાળો આપવાની અપીલ કરી છે.
શ્રીરામ સેનાના ઘણાં કાર્યકર્તાઓએ પોતાના ફેસબુક પેજથી આ સંબંધે અપીલ કરતી પોસ્ટ શેર કરી છે. શ્રીરામ સેનાએ જાહેર કરેલી અપીલમાં કહ્યુ છે કે, પરશુરામ વાઘમારેનો પરીવાર ગરીબ છે. તેમની આ પોસ્ટમાં પરશુરામ વાઘમારેની એક તસવીર પણ લાગેલી છે અને લખ્યું કે, ધર્મની રક્ષા કરનારાની આર્થિક મદદ માટે આગળ આવો. તેમજ આ પોસ્ટમાં બેંક એકાઉન્ટની પણ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે. જેમાં ફાળાની રકમ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



