ખેડૂત અને ખેતી બંન્ને મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે દિલ્હીમાં સત્તાધારીઓના દ્વારે અન્નદાતાઓનો જમાવડો જાવા મળ્યો હજારો ખેડૂતો ખેતીવાડી છોડીને સત્તાધારીઓના દ્વારે એવો અવાજ રજૂ કરવા આવ્યા કે કેન્દ્ર સરકાર તેમનું દેવું માફ કરે. તેના કૃષિ ઉત્પાદનના પૂરતા ભાવ મળે. જેમના માટે સ્વામીનાથન કમિટીની ભલામણોનું પાલન થાય લાગુ થાય. ખેડૂતોના નામે રાજકીય ખેલ પણ થયા અને મોદી સરકારને બદલવાની અવાજ પણ સંભળાયા. સરકાર બદલવા લોકશાહીની પ્રક્રિયા છે. અને તેનો ફેંસલો તો મતદાતા જ કરશે. પરંતુ તેની પહેલા ખેડૂતોની દેવા માફ થઈ શકે છે પણ આ સરકારના હાથમાં છે. મોદી સરાકરે વાદયો કર્યો કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતભાઈઓની આવક બે ગણી થઈ જશે. ત્યાં સુધી શુ ખેડૂતો આવા મોરચા કાઢશે કે શું? આવક બે ગણી થશે તેનો કોઈ મહામંત્ર સરકાર નથી બનાવતી. ઓછો વરસાદ,ઓછી ખેતી,ખેત ઉત્પાદન વિમાની રકમ પણ ઓછી ભાવ પણ ઓછા. આવામાં આવક બે ગમી કેવી રીતે થશે? સરકાર જાણે. હાલની સરકારમાં દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની આ ચોથી માર્ચ-દેખાવો છે.
ખેડૂતોની આવક વધારવા માટે સ્વામીનાથન કમિટીએ જે ભલામણો કરી છે તેને જા સાચી રીતે અને ઈમાનદારી પૂર્વક અમલ કરવામાં આવે તો ખેડૂતોને આંદોલન કરવાની જરૂર જ ના પડે. પણ આ સરકારે આવુ ન કર્યુ અને ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર બની જાય છે. ખેડૂતોના સાચા પ્રશ્નો કે સમસ્યા સરકારની નજરમાં કેમ નથી આવતી કદાચ આ સરકાર ચણાનું વૃક્ષ થાય છે કે છોડ એ નથી જાણતી. સરકારને આની ખબર પડતી હોત તો ખેડૂતોને મોરચો ન કાઢવો પડ. બની શકે કે આની પાછળ રાજકારણ હોય. પરંતુ આવો જ ખેલ યૂપીએના શાસન દરમ્યાન ભાજપ અને સંઘે અન્ના હજારેને આગળ કરી દિલ્હીના રામલીલા મેદાનમાં ખેલ્યો હતો. જ્યાં આ ખેડૂતો એકત્રિત થયા હતા.
શું ખેડૂતોએ પોતાની બે ગણી આવક કરવા માટે ખરેખર ૨૦૨૨ સુધી આ સરકાર ઉપર આશા રાખી બેસવું પડશે…? ત્યાં સુધી ખેડૂત શું કરે? તેમને પાણી જાઈએ,સારુ બિયારણ જાઈએ,સહિ ભાવ મળે તે માટે સારી બજાર જાઈએ,ખેડૂતોની હાલત એવી છે કે બિયારણમાં ભેળસેળ થઈ રહી છે. ભેળસેળયુક્ત બિયારણને કારણે ઉત્પાદન ઓછું થાય છે અથવા જતુ નથી ત્યારે ખેડૂતોની મહેનત બેકાર જાય છે જા બિયારણ જ ભેળસેળ વાળુ હોય તો ખેડૂત કેવી રીતે પોતાની આવક બેગણી કરશે?
આવામાં ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી માટે સરકારનો વાયદો હથેળીમાં ચાંદ સમાન જ કહી શકાય છે. ૨૦૨૨ તો દૂરની વાત થઈ ગઈ. ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ અને આજની વાત છે. તેના અંગે તેનો ઉપાય કરવાને બદલે કૃપા કરીને તમે ૨૦૨૨ સુધી રાહ જુઓ….આવા વાયદા તો ફક્ત વાયદા જ છે અને સરકારના વાયદા પર બિચારા ખેડૂતો માર્યા જાય છે. આગળ લાગતા કૂવો ખોદવા જેવી વાત આ સરાકર કરી રહી છે. સરકારે ૨૦૨૨માં જે ખેલવો હોય તે ત્યાં સુધી ખેલે હવે આ સમયમાં નાના અને મધ્યમ ખેડૂતોને મજબૂરીથી આત્મહત્યા કરવી ના પડે એવો કોઈ ઉપાય સરકાર કરે એ જ આજના સમયની માંગ છે. ખેત અને ખેતી ખેડૂતોની રાહ જાઈ રહ્યા છે. કોઈ પણ ખેડૂતને દિલ્હી સુધી જવુ ન પડે એવું ક્યારે થશે? મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી…એવુ ક્યારે થશે….???
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



