ભારતીય જનતા પાર્ટી છોડ્યા પછી નવજ્યોતસિંહ સિદ્ધુને માથે સાડાસાતી બેસી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ભાજપ છોડ્યા પછી કયા પક્ષમાં જવું એ મામલે ખૂબ વિવાદ જાગ્યો, બાદમાં રાહુલ અને કાંગ્રેસના ખૂબ જ વખાણ કરતાં અને ભાજપને વખોડી કાઢતાં ભાષણોને કારણે સિદ્ધુની ઈમેજ બે મોઢાળા નેતા તરીકે ઊભરી આવી અને હવે કરતારપુર સાહિબ કોરિડોર મામલે છેલ્લા બે દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં સિદ્ધુના નિવેદનને કારણે કાંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. રાજસ્થાન અને તેલંગણાની ચૂંટણી પર આની સીધી અસર પડશે.
કરતાપુર સાહિબ કોરિડોરના પાકિસ્તાન તરફના શિલાન્યાસમાં હાજરી આપીને સિદ્ધુએ મોટું જાખમ વહોરી લીધું છે. શિલાન્યાસના બીજા દિવસથી જ પાકિસ્તાને પોતાની જાત દેખાડવાનું ચાલુ કરી દીધું છે. આને પગલે સાશિયલ મીડિયામાં નવજ્યોતસિંહ સિદ્ધુની જગહસાઈ થઈ ગઈ છે અને મુદ્દા વગરના ભાજપી નેતાઓને મુદ્દો મળી ગયો છે. આની સાથે જ કાંગ્રેસે પણ સિદ્ધુ વ્યકિતગત રીતે પાકિસ્તાન ગયા હતા અને આ મુલાકાતને પક્ષ સાથે કંઈ લેવાદેવા નથી એવું જણાવી દીધું.
મીડિયામાં કાંગ્રેસના પ્રવક્તાઓએ સિદ્ધુને એકલો પાડી દીધો તેના કલાકોમાં જ સિદ્ધુએ રાહુલના નામનો ઘટસ્ફોટ કરી નાખ્યો. તેલંગણામાં ચૂંટણીપ્રચાર દરમિયાન નવજ્યોતસિંહ સિદ્ધુએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કપ્તાન અમરિન્દરસિંહ નહીં, પરંતુ રાહુલ ગાંધી મારા કેપ્ટન છે અને હું જ્યાં પણ ગયો છું રાહુલ ગાંધીની પરવાનગીથી ગયો છું.
અગાઉ પંજાબના કાંગ્રેસી મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે જણાવ્યું હતું કે પોતે સિદ્ધુને પાકિસ્તાન જવાની ના પાડી હતી. ખરેખર તો સિદ્ધુ કરતારપુર સાહિબ કોરિડોર મામલે જશ ખાટી જવા માગતો હતો. સિદ્ધુને મનમાં એમ હતું કે પોતે ઈમરાનનો દોસ્ત છે અને મિત્રતાને ભાવે ઈમરાન તેને હીરો બનાવશે, પરંતુ પાકિસ્તાનના વિદેશ પ્રધાને બીજે જ દિવસે સિદ્ધુને હીરોમાંથી ઝીરો બનાવી નાખ્યો.
રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર ખૂબ જ મુશ્કેલીમાં છે. હાલના તબક્કે રાજસ્થાનમાં કાંગ્રેસનો ઘોડો આગળ છે અને ચૂંટણીને હજુ પાંચ દિવસ છે એવામાં કરતારપુર સાહિબ કોરિડોરનો મુદ્દો ભાજપ માટે રાજસ્થાનમાં ટોનિક સાબિત થશે એમાં કોઈ શક નથી. બીજી તરફ કાંગ્રેસ પોતાના નેતાઓના નિવેદનને કારણે જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સાથે સાથે ભાજપે પણ પોતાના બે પ્રધાન પાકિસ્તાન મોકલ્યા હતા. અગાઉ ભાજપે આ મામલે જશ ખાટવાની કોશિશ કરી, પરંતુ બીજે દિવસે પાકિસ્તાનથી આવેલા નિવેદન બાદ ભાજપ ફરી ગયો અને દેશભકિતની વાતો કરવા લાગ્યો. કાંગ્રેસમાં અંદરઅંદરની હૂંસાતૂંસી બહાર આવી ગઈ છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહ અને નવજ્યોતસિંહ સિદ્ધુ જે રીતે જાહેરમાં એકબીજા પર થૂંક ઉડાવી રહ્યા છે તેનો સીધો લાભ ભાજપને મળી રહ્યો છે.
ભાજપને બીજા ફાયદો એ થયો છે કે આ મામલો મીડિયામાં એટલો છવાયેલો છે કે કોઈ પણ રાષ્ટ્રીય ચેનલે દિલ્હીમાં ખેડૂતોએ કાઢેલા મોરચા વિશે એક હરફ પણ નથી દાખવ્યો. લાખો ખેડૂતો દિલ્હીમાં મોરચો લઈને ગયા અને કેન્દ્ર સરકાર વિરોધી દેખાવ કર્યો. જા સિદ્ધુવાળો મામલો આટલો ના ચગ્યો હોત તો આજે ભાજપ ખેડૂત આંદોલનને કારણે બેકફૂટ પર હોત, પરંતુ એમને દોડવું હતું ને ઢાળ મળી ગયો એવો તાલ થયો. આમાં બાવાના બેય બગડ્યા હોય તો દિલ્હી પહોંચેલા લાખો ગરીબ ખેડૂતોના અને આસ્થાને નામે પાકિસ્તાન જવાનું સપનું જાઈ રહેલા કરોડો સનાતન હિન્દુઓ, શિખોના, બાકીનાઓ માટે તો એવો મુદ્દો છે જે ૨૦૧૯ની ચૂંટણી સુધી પણ ચાલે અને રાજકીય ફાયદો પણ કરાવી શકે.!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




