દમ હોય તો કારસેવા કરી બતાવો નહિ તો સમ્માનજનક રીતે પાછા જાવ
પ્રયાગરાજ,તા.૧
કુંભનગરી પ્રયાગરાજમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રામં મંદિર નિર્માણને લઈને અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, એક કાર સેવાથી રામ મંદિરનું નિર્માણ નહીં થાય. જો દમ હોય તો કારસેવા કરી બતાવો. અને જા દમ ના હોય તો સમ્માનજનક રીતે પાછા જાવ.
મોહન ભાગવતે કહ્યું હતું કે, સંઘ રામ મંદિર માટે તાકાત આપશે. અયોધ્યામાં ફક્ત ભવ્ય રામ મંદિર બનશે. આ કાર્યક્રમ દરમિયાન લોકોએ ‘તારીખ જણાવો ભગવતજી’ ના નારા લગાવ્યા હતાં. ત્યા બાદ આયોજકો અને સામાન્ય જનતા વચ્ચે ઝપાઝપી થઈ હતી. નારાજ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આરએસએસ અધ્યક્ષ મોહન ભાગવતે આજે પ્રયાગરાજ થી ફરી એકવાર રામ મંદિરનો મુદ્દો છેડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી માંગણી છે કે, રામજન્મભૂમિ સ્થળ પર એક ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે. હવે તેને કઈ રીત્તે સુનિશ્ચિત કરવું એ સરકારે જાવાનું છે. જા તેઓ આમ કરે છે તો તેમને ભગવાન રામના આશિર્વાદ મળશે. રામ મંદિરને લઈને સરકારના ઈરાદાઓથી અમે પણ વાકેફ છીએ. મંદિરનું નિર્માણ ચોક્કસથી શરૂ થશે.
મોહન ભાગવતે કહ્યું છે કે, મંદિર બનાવવાની સાથો સાથ આપણે એ પણ જાવું જાઈએ કે મંદિર કોણ બનાવશે અને મંદિર માત્ર મતદાતાઓને ખુશ કરવા માટે જ નહીં બને. રાજકીય ઉથલપાથલ ગમે તેવી હોય લોકોની ભાવના છે કે રામ મંદિર બને, તો બનીને જ રહેશે. ત્રણ ચાર મહિનામાં નિર્ણય લેવાયો તો ઠીક છે, નહીંતર ચાર મહિના બાદ રામ મંદિર બનવાનું શરૂ થઈ જશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, એક કાર સેવાથી રામ મંદિરનું નિર્માણ નહીં થાય. જો દમ હોય તો કારસેવા કરી બતાવો. અને જો દમ ના હોય તો સમ્માનજનક રીતે પાછા જાવ. સરકારે કોર્ટમાં જઈને પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. ભાગવતનું આટલુ બોલતા જ તારીખ જણાવોના નારા લાગવા લાગ્યા. આયોજકોએ નારા લગાવનારાઓને ચુપ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો. લોકો કહી રહ્યાં હતાં કે, રામ મંદિર ક્્યારે બનશે, તેની તારીખ જણાવો ભાગવતજી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




