પ્રયાગરાજ,તા.૨૧
વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ખરાબ પ્રદર્શન પછી, જ્યાં રાજકીય પરિણામોમાં તેને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલાની સેમિફાઇનલ તરીકે વર્ણવવામાં આવે છે અને વિપક્ષી પાર્ટીઓ પણ આગામી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મત આપવાની રણનીતિઓ બનાવવામાં જાડાઇ છે, ત્યારે બીજી તરફ ગોવર્ધન પૂરી શંકરાચાર્ય સ્વામી અધેક્ષાનંદ મહારાજ આ ચૂંટણીઓમાં ભાજપના હારનું કારણ ‘ધર્મના નામ પર પાર્ટી તરફથી બોલવામાં આવેલા જુઠ્ઠાણાને ગણાવી રહ્યા છે.
સ્વામી અધેક્ષાનંદ મહારાજે કહ્યું, ‘ધર્મને લઇને ખોટી વાતો કરવાથી શાસકોએ જનતાનો વિશ્વાસ ગુમાવ્યો. ભાજપે જેટલી વાત કરી હતી, તેમાંથી કોઈ પણ વાત પર અમલ નથી થયો. અહીં લોકો ભૂખ્યા-તરસ્યા રહી શકે છે, પરંતુ ધર્મના નામ પર ખોટું સહન નથી કરી શકતા. તેઓ કુંભ મેળા ક્ષેત્રમાં સેક્ટર ૧૩ માં શિબિરનું ભૂમિ પૂજન કર્યા પછી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા.
સરકારી પ્રોજેક્ટ્સ પર પ્રશ્નો ઉઠાવતા તેમણે કહ્યું, ‘ગંગા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. દરેક ક્ષેત્રથી લોકો અહીં (કુંભ મેળામાં) આવશે. ગંગાનું પાણી પ્રદૂષિત હોવાનું જાણવા છતા તેઓ અહીં એક મહિના સુધી રોકાણ કરશે અને ગંગામાં સન્નાન પણ કરશે તેમજ તે પાણી પીશે. આ ગંગા માટે પણ અસત્ય બોલવામાં આવ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



