અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાએ ડેફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ (ડીએસીએ) જેવી ઇમિગ્રેશન નીતિની શરૂઆત કરી હતી. આના કારણે આશરે આઠ લાખ યુવાનોને અમેરિકામાં રહેવા માટેની મંજુરી આપવામાં આવી હતી. ઓબામાના આ નિર્ણયને ખુબ ઉદાર નિર્ણય તરીકે ગણવામાં આવતો હતો. જા કે અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પે જવાબદારી સંભાળી લીધા બાદ ધારણા પ્રમાણે જ ટ્રમ્પે કેટલાક આક્રમક નિર્ણય કર્યા હતા. જે પૈકી એક નિર્ણય તો ડીએસીએને બંધ કરવાનો હતો. જેના કારણે હવે હજારો ભારતીય લોકો પર દેશનિકાલ અથવા તો અમેરિકામાંથી હકાલપટ્ટીના ભણકારા વાગી રહ્યા છે. ટ્રમ્પ માને છે કે ઇમિગ્રેશન માતાપિતા અથવા તો ભાઇ બહેનને અમેરિકામાં સ્થાયી થઇ જવા માટે મંજુરી આપતા નથી. ટ્ર્મપે ડીએસીએ કાર્યક્રમને બંધ કરી દીધા બાદ હવે ૧૭૦૦૦ ભારતીય લોકો પર તરત જ અમેરિકાથી હકાલપટ્ટીના ભણકારા વાગી રહ્યા છે. આના કારણે ભારત સહિત અનેક દક્ષિણ એશિયન યુવા પ્રભાવિત થનાર છે. ટ્ર્મ્પે ભારતીયો માટે એચવનબી વીઝા હાંસલ કરવાની પ્રક્રિયાને પણ ખુબ જટિલ બનાવી દીધી છે. જા અમેરિકા ખાસ કરીને ભારત માટે આ પ્રકારની કઠોર નિતી અમલી કરશે તો તેને અમેરિકાનુ ભારત પ્રત્યે દુર્ભાગ્યપૂર્ણ વલણ ગણવામાં આવશે. એચ૧વી વીઝાના નવા નિયમ હેઠળ એચવનબી વીઝા ધારક કર્મચારી ત્રીજી પાર્ટીના કોઇ ખાસ વેપાર નુ કામ કરી શકે નહી. અમેરિકામાં ઉચ્ચ સ્તરીય કુશળ લોકોની કમી છે જેથી આ પ્રકારના વીઝા આપવામાં આવી રહ્યા છે. આ વીઝાના કારણે કુશળ લોકોની અમેરિકાની કમીને પૂર્ણ કરવામાં આવે છે. અલબત્ત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ આકારણે કેટલાક અંશે તંગ બન્યા છે. જા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદના રાજદ્ધારી પ્રયાસોના કારણે બંને લોકશાહી દેશો એક સાથે ઉભેલા નજરે પડે છે. ભારત સરકારનુ કહેવુ છે કે એચવનબી વીઝા નિયમોમાં કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી. સરકાર સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતીય ટેકનોલોજી નિષ્ણાંતોને કોઇ પણ પ્રકારનો ફટકો ન પડે તે માટે સરકાર સતત ચિંતિત દેખાઇ રહી છે. અમેરિકાની સંરક્ષણવાદની નિતીના કારણે તમામ પરેશાન છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે મોટા મોટા દાવા કરી રહ્યા હોય. ભારત અમેરિકાના સૌથી નજીકના અને વિશ્વાસુ દેશ હોવાના દાવા ટ્રમ્પ ભલે કરી રહ્યા હોય પરંતુ તેમની નીતિ ભારતની તરફેણમાં બિલકુલ દેખાઇ રહી નથી. હાલમાં તેમના દ્વારા જે કઇ પણ પગલા લેવામાં આવી રહ્યા છે તેનાથી આ બાબત બિલકુલ સ્પષ્ટ થઇ રહી છે. અમેરિકી સુરક્ષા વિભાગે એવા પ્રસ્તાવ પર વિચારણા કરવાની શરૂઆત કરી છે જે હાલમાં પેન્ડિંગ પડેલા છે પરંતુ ખુબ મહત્વપૂર્ણ પણ છે. વિદેશી નાગરિકોના બદલે અમેરિકી નાગરિકોને સર્વોચ્ચ પ્રાથમિકતા જુદા જુદા ક્ષેત્રોમાં આપનાર છે. નોકરી પોતાના દેશના લોકોને જ આપવાની જાહેરાત ટ્રમ્પ કરી ચુક્યા છે. અમેરિકામાં હાલમાં લાખો ગ્રીન કાર્ડ અરજીઓ પેન્ડિંગ પડેલી છે. અમેરિકામાં આશરે ૮૫૦૦૦ એચ-૧બી વીઝા જારી કરનાર છે. આમાંથી ૫૦ ટકાથી વધારે ભારતીય પ્રોફેશનલ કર્મચારીઓને મળે છે ૨૧મી સદીના પહેલાના દશકમાં વિશ્વ આર્થિક ઉદારીકરણનો દોર ચાલ્યો હતો. જેમ જ અમે તેના બીજા દશકની તરફ અગ્રેસર થઇ રહ્યા છીએ પશ્ચિમમાં ઇમિગ્રેશનને લઇને પ્રશ્નો ઉઠવાની શરૂઆત થઇ ગઇ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ લાગી રહ્યુ છે કે હવે ઉદારીકરણનો દોર ખતમ થઇ રહ્યો છે. તેની અસર સમગ્ર દુનિયામાં પડનાર છે. અલબત્ત એચ-૧બી વીઝા અસ્થાયી વર્ક વીઝા છે. પરંતુ વીઝા ધારકો હવે નવી ટેવ અપનાવી લીધી છે. તેઓ ગ્રીન કાર્ડ માટે અપીલ કરતા નથી અને અમેરિકામાં રહે છે. તેમને અતિ કુશળ વર્ગમાં ગણવામાં આવે છે. તેમની સરેરાશ આવક બીજા કામકાજી વર્ગ અને જુથ કરતા ખુબ વધારે હોય છે. ગયા સપ્તાહમાં જ જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકી અને બિન પ્રવાસીઓની વચ્ચે પૈસાની લેવડદેવડમાં ૬.૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થાનિક સ્તર પર લેવડદેવડ અને ચુકવણી દેશની આયાતને મુક્ત કરવા માટે નાણાંના ખાસ સાધન તરીકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"