પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના અર્ધશતાબ્દિ નિર્વાણ વર્ષ મહોત્સવના ઉપક્રમે મુ.શ્રી દાસ કાકા તથા મુળીફોઈની સ્મૃતિમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવનાર છે

0
692

શ્રી દત્ત ઉપાસક પરિવાર ,નવાડેરા, ભરૂચ તથા પરસ્પર દેવો ભવ: ઇન્ટરનેશનલ ટ્રસ્ટ- હરીદ્વાર અમદાવાદ ના સંયુકત ઉપક્રમે મુ.શ્રી દાસકાકા તથા મુળીફોઈની સ્મૃતિમાં ઋણ સ્વીકાર કાર્યક્રમના ભાગરૂપે રણાપુર (મુ.દાસકાકા તથા મૂળીફોઈ નું ગામ)ખાતે તા.૬-૭ -૮ -૯ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન શ્રી રંગલીલામૃત ના પારાયણનું આયોજન કરેલ છે જેમાં ફક્ત ૧૦૦ પારાયણર્થી લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા વિનંતી નોંધ : રણાપુર નારેશ્વરથી ૭ કિ.મી.ના અંતરે કરજણ નારેશ્વર રોડ પર આવેલ છે તો દરેક ભાવિક ભક્તો એ ૫ એપ્રિલ ને રાત્રે ૮ કલાક સુધીમાં નારેશ્વર પહોંચવું . ત્યાંથી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સંપર્ક :
રાજુ ઓઝા ૯૮૨૫૨૩૫૧૯૨
પંકજ દવે ૯૪૨૭૦૦૧૪૫૫
સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY