આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ : પૃથ્વી શો ડેબ્યૂ કરે તેવી સંભાવના

0
11

ભારત ૩-૧થી સિરિઝમાં પાછળ,કૂકની આજે અંતિમ ટેસ્ટ મેચ
ઓવલ,તા.૬
આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ ૭ સપ્ટેમ્બર શુક્રવારથી ૧૧ સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચ લંડનના કેનિન્ગટનમાં રમાશે, મેચનું લાઇવ બ્રોડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલ મેદાન પરથી બપોરે ૩.૩૦ કલાકે કરાશે.
ભારત હાલ સીરિઝમાં ૩-૧થી પાછળ છે. છેલ્લી અને અંતિમ મેચ જીતી ભારત નંબર-વન ટીમ તરીકે પ્રતિષ્ઠા જાળવી રાખવા મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગ્લેન્ડ તેના પૂર્વ કેપ્ટન અન ઓપનર એલિસ્ટર કૂકને વિજય સાથે વિદાય આપવા મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમમાં બે બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના ઓપનરો શ્રેણીની પ્રથમ ચાર મેચમાં કંઈ ખાસ દેખાવ કરી શક્યા નથી. લોકેશ રાહુલ સતત ફેલ થઈ રહ્યો છે, જ્યારે શિખર ધવન સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નથી. આ સ્થિતિમાં ભારત લોકેશ રાહુલના સ્થાને નવોદિત પૃથ્વી શોને તક આપી શકે છે.
આ ઉપરાંત ભારતીય ટીમ બે સ્પીન્નર સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ મેચમાં ભારતીય ટીમ હાર્દિક પંડ્યાના સ્થાને રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરી શકે છે. જો ટીમ મેનેજમેન્ટ અશ્વિનને આરામ આપવાનું વિચારશે તો એક કરૂણ નાયરનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે છે.
ભારત નોટિંઘમમાં રમાયેલી ત્રીજી મેચ જીત્યું હતું અને આ મેચ દ્વારા વિકેટકિપર બેટ્‌સમેન રિષભ પંતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જો પૃથ્વી શો ડેબ્યૂ કરશે તો ભારતના બે ખેલાડીનું એક જ સીરિઝ દરમિયાન ડેબ્યૂ થયું હોય તેવી ઘણા વર્ષો બાદ ઘટના બનશે.
સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન/કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY