મુઝફ્ફરપુર,તા.૬
બિહારના દબંગની છાપ ધરાવતા નેતા પપ્પુ યાદવ એક મોટા હુમલાનો ભોગ બન્યા છે. તેઓ એક રેલીમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મુઝફ્ફરપુરના ખબડા નજીક તેમની ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં પપ્પુ યાદવ ખરાબ રીતે ઘાયલ થયા છે.
પપ્પુ યાદવનો જીવ બચાવવા માટે સુરક્ષાકર્મીઓને ખાસ્સી કોશિશો કરવી પડી હતી. મારામારી દરમિયાન તેમનો મોબાઈલ પર છીનવી લેવામાં આવ્યો છે. લોકસભાના સાંસદ પપ્પુ યાદવ પર એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કરવામાં આવેલા સંશોધનનો વિરોધ કરી રહેલા બંધ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
કહેવામાં આવે છે કે હુમલાખોરોની સંખ્યા એકસોથી વધારે હતી. આ હુમલાની ઝપટમાં જન અધિકાર પાર્ટીના સાંસદ પપ્પુ યાદવનો સુરક્ષાકર્મી પણ આવી ગયો હતો. હુમલા બાદ દબંગની છાપ ધરાવતા સાંસદ પપ્પુ યાદવ રડયા હોવાની વાત પણ કહેવાઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





