પીએસઆઈના ભાભીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા ચકચાર મચી

0
124

સુરત,તા.૨૫
રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈના ભાભીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો.મહિલાએ આપઘાત કરી લેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી નિવેદન લેવાની સાથે વધુ તપાસ હાથ ધરી હતી.
રાંદેર પોલીસ લાઈનમાં આવેલી બિલ્ડીંગ નંબર બી-૩માં રહેતા અને ઝોન-૨માં રીડત તરીકે સેવા આપતાં ભરત પરધાનેના ભાભી સ્મિતાએ અગમ્ય કારણોસર દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. કથિત રીતે તેઓ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસના ઉચ્ચઅધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારજનોની સાથે સાથે આડોશ પાડોશમાં રહેતા લોકોના પણ નિવેદન લેવામાં આવી રહ્યાં છે. હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ કારણ કે સુસાઈડ નોટ મળી નથી.
સ્મિતા પરધાનના પતિનું અગાઉ અવસાન થયું હતું.જેથી બે બાળકો સાથે ૨૦૧૦થી રાંદેરમાં રહેતી હતી.સ્મિતાના બે બાળકમાં એક ૧૦માં ધોરણમાં અભ્યાસ કરે છે.સ્મિતાએ ઘરે કોઈ નહોતું ત્યારે સર્વિસ રિવોલ્વરથી લમણાંના ભાગે ગોળી ચલાવી આપધાત કરી લીધો હતો. જેથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
છ એક મહિના અગાઉ પતિ હિમત પરધાનેનું મોત થયા બાદ સ્મિતા ડિપ્રેશનમાં રહેતા હતાં. ત્યારે આજે સવારે પીએસઆઈ ભરત પરધાને અને તેમની માતા મંદિરે ગયા હતાં. આ દરમિયાન તેણીએ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY