નાંદોદ ના લાછરસ ગામ માં એક ખાડા માં મળેલું બાળક

0
32

માનવતા મરી પરવારી હોય એમ દોઢ વર્ષ ના બાળક ને લાવારિસ હાલતમાં કોણ ફેંકી ગયું…?!

ગામના લોકો એ 108 ને જાણ કરતા બાળક ને રાજપીપળા સિવિલ લાવી જરૂરી ચેક અપ કરાયું

રાજપીપળા:
નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલા લાછરસ ગામ માં એક ખાડા ના કીચડ માં અટવાતું લઘભગ દોઢ વર્ષ નું માસુમ બાળક બિનવારસી હાલત માં રડતું જોવા મળતા ગ્રામજનો એ એના વાલી ની તપાસ કરી પરંતુ કોઈ ક્યાંય ન જણાતા આખરે 108 ને જાણ કરતા રાજપીપળા 108 ની ટિમ લાછરસ ગમે ગઈ ત્યાં આ નાના બાળક ને ગ્રામજનો બિસ્કિટ આપી શાંત પાડતા હતા ત્યારબાદ 108 ની ટિમ બાળક ને રાજપીપળા સિવિલ ખાતે લાવતા હાલ એની પ્રાથમિક તપાસ બાદ એના વાલી વારસ કોણ છે કોણ આ બાળક ને આમ રઝળતુ મૂકી ગયું હશે એ દિશા માં તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બાળકી ને તરછોડી મુકવાના કિસ્સા તો ઘણા જોવા મળ્યા છે પરંતુ આ એક બાળક હોવા છતાં એને આમ એકલું કોણ અને કેમ છોડી ગયું હશે…? કે માં બાપ થી આ બાળક વિખૂટું પડ્યું હશે …? જો વાલીઓ નું આ પરાક્રમ હોય તો શું માનવતા મરી પરવારી છે…? જેવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY