પુલવામામાં સેનાને નિશાન બનાવી આઇઇડી બ્લાસ્ટઃ એક નાગરિક ઘાયલ

0
9

પુલવામા,તા.૨
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ લેતા નથી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓની એક મોટી સાજિશ નિષ્ફળ ગઈ છે. અહેવાલો અનુસાર આતંકવાદીઓએ પુલવામાના ત્રાલમાં આતંક ફેલાવવા માટે રાત્રે ૩.૦૦ વાગ્યાની આસપાસ સુરક્ષાદળોને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની જાણકારી મળે છે.
આતંકીઓનું નિશાન સુરક્ષાદળોનાં પેટ્રોલિંગ વાહનો હતાં, પરંતુ સદનસીબે સુરક્ષાદળોને કોઈ નુકસાન પહોંચ્યું નથી. આ બ્લાસ્ટ ત્રાલના અમલાર વિસ્તારમાં વહેલી પરોઢિયે ૩.૦૦ વાગ્યાની આસપાસ થયો હતો. આ બ્લાસ્ટને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. આ બ્લાસ્ટના કારણે સડક પર મોટો ખાડો પડી ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આતંકીઓએ રાત્રે અમલાર વિસ્તારમાં વિસ્ફોટની સાજિશ રચી હતી. આતંકીઓના નિશાન પર અહીંથી પસાર થનાર એક પેટ્રોલિંગ ટીમ હતી, પરંતુ પેટ્રોલિંગ ટીમ પસાર થાય તે પહેલાં જ વિસ્ફોટ થઈ ગયો હતો. જેને લઈ સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY