અબડાસાના નલીયા તાલુકામાં ગત વર્ષે ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી જ્યારે વાડાપધ્ધર ગામને જોડતા રસ્તા પર પુલિયો બનાવવા માગ ઉઠી છે
ગત વર્ષે ચોમાસા દરમ્યાન કોઠારા, માનપુર, પરજાઉ, ભાનાડા, ખિરસરા, વગેરે ગામોથી વાડા પધ્ધર વિખૂંટું પડી ગયું હતું.ત્રણ દિવસ ભારે હાલાકી સર્જાઈ હતી અને તંત્ર પણ હોડકાની મદદથી પહોંચી શક્યું હતું તેવા દ્રશ્યો સર્જાવવા પામ્યા હતા વાડા પધ્ધરથી મુખ્ય મથક નલીયા જવા માટે એકમાત્ર રસ્તો હોવાથી ચોમાસા પહેલા પુલિયો બનાવવાની રજૂઆત ગામના આગેવાનોએ કરી હતી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું ખૂબજ જરૂરી છે અન્યથા આવનારા ચોમાસા દરમિયાન વળી કોઈ આપતી સર્જાવવા પામશે તો તેમની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવા શૂર વ્યક્ત કરી પુલ બનાવવા ઉગ્ર માંગ કરાઈ હતીહતી.
બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






