મુંન્દ્રાના બેરાજા નજીક જામનગર એરફોર્સનું વિમાન ક્રેશ, પાયલો અને ૧૪ ગાયના મોત

0
268

ભુજ : મુન્દ્રા તાલુકાના બેરાજા ગામ નજીક નજીક જંગલ વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું જગુઆર લડાકુ વિમાન સવારના ૧૦:૩૦ વાગ્યે ક્રેશ થયું હતું જેમાં સવાર પાયલોટનું મોત થયું છે.આ દુર્ઘટનામાં બેરાજા ગામની સીમમાં ૧૪ જેટલી ગાયોના પણ મોત થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આજે સવારે ૧૦:૩૦ વાગ્યે જામનગરથી ઉડાન ભરનાર વાયુસેનાનું જગુઆર લડાકુ વિમાન કચ્છના મુંન્દ્રા તાલુકાના બેરાજા ગામના ટેકરી વિસ્તારમાં ક્રેશ થયા બાદ પ્રાથમિક ધોરણે કચ્છ કલેકટર રેમ્યા મોહને ઘટનાની માહિતી માધ્યમોને આપી હતી દરમ્યાન આ દુર્ઘટનામાં પ્લેનના એર કોમોડોર સંજય ચૌહાણનું દુઃખદ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.જમીન પર પટકાયા બાદ પ્લેન ટૂકડા વેર વિખેર હાલતમાં એકાદ કિલોમીટર સુધી વેરવિખેર થયેલા જોવા મળ્યા હતા.બેરાજા સીમમાં ચરિયણ વિસ્તારમાં ચરતી ગાયો પર પ્લેન પડતા ૧૪ જેટલી ગાયોના મોતના સમાચારથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થાના કાર્યકરો દોડી ગયા હતા અને અનેક ગાયોને કણસતી હાલતમાં સુપાસર્વ જૈન સેવા મંડળમાં સારવાર અર્થે મોકલી અપાઈ છે તો ગાયોના મોતનો આંકડો વધી શકવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે ઘટના સ્થળે હેલિકોપ્ટર દ્વારા એરફોર્સના અધિકારીઓ ધસી જઈ આ વિસ્તારને કોર્ડન કરી આગળની તપાસ ચલાવી રહયા છે

રિપોર્ટ :
બિમલ માંકડ 7874535092
ધર્મેશ જોગી 9879187080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY