પૂંછમાં પાકિસ્તાનનો ગોળીબાર : બીએસએફ જવાન શહિદ,પ વર્ષની બાળકીનું મોત

0
28

પૂંછ,તા.૧
સિઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન સતત ભારતીય સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે. સોમવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછના શાહપુર-કિરણી સેક્ટર, મનકોટ સેક્ટર તેમજ કૃષ્ણા ખીણમાં ભારે ગોળીબાર કરી હતી. આ ગોળીબારમાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીમા પર રક્ષા કરી રહેલ સુરક્ષા દળના ચાર જવાનો અને સેનાનો એક જવાન પણ પાકિસ્તાનની ગોળીબારીમાં ઇજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનની નાપાક હરકતમાં સ્થાનીક બાળકીનું મોત થયું છે અને ૧૪ જેટલા લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોની માહિતી મુજબ, સોમવાર સવારે પાકિસ્તાનની સેનાએ શાહપુર કિરણી, મનકોટ કૃષ્મા ખીણ વિસ્તાર સહિત પુંછ સેક્ટરમાં ભારે ગોળીબારી કરી હતી. પાકિસ્તાનની સેનાએ આ ગોળીબારીમાં ભારતીય સેના ચોકીઓ અને વિસ્તારના કેટલાક રહેઠાણ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી થતી ગોળાબારીનો સખત જવાબ આપતા ભારતે પણ સામે કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાન સેના સતત ગોળીબારી કરી રહી હોવાના એહેવાલ છે. સામાન્ય રીતે પાકિસ્તાની આતંકીઓને ભારતીય સરહદમાં ઘૂસાડવા માટે ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન આ પ્રકારની ગોળીબારી કરતું આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY