કેવડિયા,તા.૩૦
કેવડિયા ખાતે ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ડીજી કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં પીએમ મોદી હાજર રહેવાના છે. જેની કામગીરી સમીક્ષા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી અને નર્મદા નિહાર રિસોર્ટ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. જ્યાં નર્મદા નિહાર રિસોર્ટ ખાતે ગંદગી જાતા જ મુખ્યમંત્રીએ રિસોર્ટનાં સંચાલકોને અહીં ગંદગીમાં કોણ રહેશે તેમ કહીને સાફ સફાઇ કરવા માટે જણાવ્યું હતું અને તીખી ટકોર કરી હતી.
મુખ્યમંત્રીએ પીએમના આગમનને પગલે કેવડિયામાં સમીક્ષા કરી. સીએમની સાથે મુખ્ય સચિવ જે.એન.સિંગ અને ગુજરાત સાહિત્ય અકાદમી પરિષદના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહ્યા. પ્રવાસન વિભાગના અગ્રસચિવ એસ.જે.હૈદર, એસવીપીઆરઈટીના સભ્ય સચિવ સંદીપ કુમાર હાજર રહ્યા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



